ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો ટેકનોલોજીથી સજ્જ થાય અને હાલના આધુનીક યુગમાં પોલીસ વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમયના બચાવ સાથે સચોટ કામગીરી કરી શકે તે માટે ડી.જી.પી. માર્ગદર્શન હેઠળ પોલીસ કામગીરી કરી રહેલ છે જેમાં શહેર પોલીસ દ્વારા આઇ વે પ્રોજેક્ટ, રાજકોટ ઇ-કોપ, રાજકોટ સુરક્ષા કવચ, મહાકવચ જેવી ટેકનોલોજી તથા એપ્લીકેશનો વિકસાવી પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીને તેમા સમાવેશ કરી જાણીતા ગુન્હેગારો, ટપોરીઓ, એસ.સી.આર. ઇસમો, બુટલેગર્સ, જાણીતા જુગારી તેમજ પોલીસની કામગીરી, નાઇટ પેટ્રોલીંગ, હાજરી વિગેરે માટે આધુનિક એપ્લીકેશનનો ખૂબ જ ફાયદાકારક સાબિત થયેલ છે જેનાથી પોલીસ દ્વારા જે મેન્યુઅલ કામગીરી કરવામાં આવતી જેમાં સમયના બચાવ સાથે અસરકારક કામગીરી થઇ શકી છે.
ગુજરાત રાજ્યના ડી.જી.પી. આશિષ ભાટીયાના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દિનપ્રતિદીન આધુનીકરણ તરફ આગળ વધી રહેલ છે. સરકાર દ્વારા પણ વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રોજીંદી કામગીરીમાં સમયના બચાવ સાથે સચોટ કામગીરી ઉ5ર ભાર મુકવામાં આવેલ છે તે સમયે વડાપ્રધાન દ્વારા પણ આત્મનિર્ભર ભારત પર વધુ ભાર મુકવામાં આવેલ છે. જેમાં ભારતમાં પ્રતિભાશાળી યુવાનોનો કોઇ જ અભાવ નથી તેઓને યોગ્ય માર્ગદર્શન તથા યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે વિશ્ર્વમાં ભારતનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે.
જેથી ગુજરાત સરકારના શૈક્ષણીક ખાતા સાથે સંકળાયેલ ઇનોવેશન હબ કે જે એક તરફ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છે તેની સામે બીજી તરફ સરકારના કાર્યરત અલગ-અલગ સરકારી વિભાગો તથા પ્રાઇવેટ સેક્ટરો સાથે સંકળાયેલ છે જેની કામગીરી બીજી તરફના એટલે કે જેઓને ટેકનોલોજીની જરૂરીયાત છે તેવા વિભાગો, પ્રાઇવેટ સેક્ટરો સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટાડિંગ કરવામાં આવે છે અને તેઓ તરફથી તેમના વિભાગને જે કોઇ ટેકનોલોજીની જરૂરીયાત તેના વિભાગના પ્રશ્નો હોય તેની માહિતી ઇનોવેશન હબ દ્વારા મેળવવામાં આવે છે અને તે જરૂરી માહિતી આધારે તેઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હોય બાયોમેટ્રિક બેઝ હાજર જેનાથી પોલીસ કર્મચારીઓની ઓછામાં ઓછી પ્રતિક્રિયાથી પણ હાજરી પુરવા તેમજ પોલીસ અધિકારી, કર્મચારીઓ બહાર તપાસમાં પણ જતા હોય તે સમયે પણ તેઓની હાજરી ટેકનોલોજીના માધ્યમથી પુરવા તેમજ પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવે છે
તેમજ બહાર ગામ તપાસમાં જતા હોય જે દરમ્યાન સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ઓછામાં ઓછા ખર્ચે ઇકોફ્રેન્ડલી ટેકનોલોજી સાથેના વાહનોની વ્યવસ્થા કરવા તેમજ પોલીસ દ્વારા અગત્યના બંદોબસ્ત, પેટ્રોલીંગ, ટ્રાફીક પોઇન્ટ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી ચેક કરવા માટે અત્યાધુનીક ડ્રોન કેમેરા કે જેમાં ઓછામાં ઓછા મેનપાવરનો ઉપયોગ કરી વધુ સારી કામગીરી કરી શકાય તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ અલગ-અલગ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.
જેમાં અલગ-અલગ એપ્લીકેશનોના ડેટા અલગ-અલગ જગ્યાએ સ્ટોર રહે છે જેના પરિણામે સચોટ માહિતી મળી શકતી ન હોય જે તમામ એપ્લીકેશનોના ડેટા એક જ જગ્યાએ સ્ટોર થાય તેમજ એપ્લીકેશનનો એક બીજા સાથે સંકળાયેલ રહે અને સારામાં સારુ એનાલીસીસ થઇ શકે તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફરજ દરમ્યાનની ઘણી સમસ્યાઓ રહેલી હોય તે સમસ્યાઓનો યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનું નિરાકરણ લાવી શકાશે જે જરૂરીયાત મુજબ ઇનોવેશન હબ દ્વારા તેઓ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હોય જેમાં પ્રતિભાશાળી યુવાનોને તે માહિતી આપી તેને લગત જરૂરી ટેકનોલોજીનો વિકાસ કરી રાજકોટ શહેર પોલીસને ટેકનોલોજી પુરી પાડવામાં આવનાર છે જેના કારણે શહેર પોલીસ દ્વારા પોલીસ ડીપાર્ટમેન્ટની જરૂરી અગત્યની કામગીરીને સમયના બચાવ સાથે સચોટ રીતે થઇ શકનાર છે અને વધુમાં વધુ આગામી સમયામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવનાર છે.