ગુજરાતની સૌ પ્રથમ સ્કીન ડોનેટની સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે: બર્ન્સના દર્દીઓને આશિર્વાદ
સમાન બનશે: રૂા.૫૦ લાખનું રોટરી કલબ દ્વારા અપાયેલા અનુદાનથી પ્રોજેક્ટ પૂર્ણ થશે
બર્ન્સના દર્દીના ચહેરા અને શરીરના કેટલાક મહત્વના અંગ વિકૃત થયા હોય તેને નવી સ્કીન દ્વારા ફરી મુળ સ્વરૂપમાં લાવવા માટેની આધૂનિક સારવાર ટૂંક સમયમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત બનશે તેમ તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતુ. સ્કીન બેન્ક માટે જરૂરી મશીનરી ખરીદ કરવા માટે રોટરી કલબ દ્વારા રૂા.૫૦ લાખનું અનુદાન મળતા સ્કીન ડોનેટ માટેની સારવાર ઉપલબ્ધ બનશે. બર્ન્સના દર્દીઓ માટે આર્શિવાદ સમાન સ્કીન બેન્ક ગુજરાતમાં સૌ પ્રથમ સુવિધા બની જશે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચક્ષુદાન, બ્લડ બેન્ક બાદ સ્કીન ડોનેટ કરી શકાશે અને તેની મદદથી કેટલાય બર્ન્સના દર્દીઓના વિકૃત બનેલા ચહેરા મુળ સ્વરૂપમાં આવી જશે આ પ્રકારની સગવડ સાથેની સારવાર એક માત્ર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સાકાર બનનાર છે.
ગુજરાતમાં સૌપ્રમ વખત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન બેંક કાર્યરત શે: ડો.મનીષ મહેતા
‘અબતક’ સોની વાતચીતમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ ત્રણ થી ચાર માસ પહેલા રોટરી કલબ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ તાં બર્ન્સના દર્દીઓ માટે એક સ્કીન બેંકનું આયોજન કરવાની લાગણી વ્યકત કરી હતી. ત્યારે આજરોજ સ્કીનબેંક ઈન્સ્ટોલેશનની કાર્યવાહી પૂર્ણ ઈ છે અને તેનો લાભ તમામ દર્દીઓને મળશે તેવી આશા છે. સ્કીન બેંક પ્લાસ્ટીક સર્જરીના પ્રોફેસર અને હેડ ડો.મનોલીબેન માકડીયાના અંતર્ગત આ બેંક કાર્યરત રહેશે. સો ત્રણ ટેકનીશીયન હશે જે કોઈ પણ સ્કીન ડોનર માટે પરિવારજનો તરફી જાણ કર્યા બાદ તમામ ટેસ્ટ કરી જો મૃતકની ચામડી ડોનેટ માટે યોગ્ય લાગે તો તેમની ચામડી લઈ તેને સાચવવા માટેના સાધનો છે તેમાં તેની સાવચેતી જાળવવામાં આવશે જ્યારે પણ કોઈ પણ દર્દીને ૫૦ ટકાી ઉપરનું બર્ન્સ હોય તો તેવા દર્દીઓને આ સ્કીન બેંકનો લાભ ખુબ નજીકના ભવિષ્યમાં મળી રહેશે.
અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનિવાર્ય: ડો.હિતા મહેતા
‘અબતક’ સોની વાતચીતમાં રોટરી કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ ડો.હિતા મહેતાએ જણાવ્યું હતું કે, સ્કીન બેંક એટલે કોઈ પણ મૃતકના દેહમાંથી ચામડીના સાત પળોમાંથી ઉઘડતું પળ મેળવી અને બેંકમાં સાચવવું અને જ્યારે કોઈ પણ દર્દી કે ખાસ કરી બર્ન્સ દર્દીઓને જરૂર પડે ત્યારે તેમણે પૂરી પાડવા માટે આ સ્કીન બેંકનું આયોજન કરવામાં આવ્યું છે.સાથે સાથ જે રીતે અંગદાન થાય છે તે રીતે ચામડીનું દાન પણ જો કરવામાં આવે તો ડોનરની ચામડી લઈ આપણે આ સ્કીન બેંકમાં તેનું જતન કરી જ્યારે કોઈ દર્દીને જરૂરીયાત ઉભી થાય તો તેને પૂરું પાડી શકીએ છીએ. સામાન્ય જનતાને વિનંતી છે કે, મૃત્યુ બાદ શરીર રાખમાં ભળી જતું હોય છે. તો જેમ અન્ય અંગદાન કરો છો તેમ ચામડીના દાનનું પણ વિચારવું જોઈએ. ભવિષ્યમાં તે પ્રક્રિયા માટે સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે અને ફોન નંબર ડિકલેર કરવામાં આવશે જેમાં તમને તમામ મદદગારી પ્રાપ્ત થશે.
સ્કીન બેંક બર્ન્સ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે: ડો.સુખવાલ
‘અબતક’ સોની વાતચીતમાં હોસ્પિટલ ક્ધસલટન્ટ રોટરી કલબ ડો.સુખવાલે જણાવ્યું હતું કે, આ સ્કીન બેંક પ્રોજેકટનું પ્લાનિંગ રોટરી કલબ અને સિવિલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડન્ટ અને ડીન સાથે મળીને કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન બેંકનો પ્રોજેકટ કરવામાં આવ્યો છે. જેની પાછળનો મુખ્ય હેતુ માત્ર એ જ હતો કે ૬૦ ટકાથી વધુ દાઝેલા દર્દીઓના મોતનું પ્રમાણ ખૂબ વધુ જોવા મળે ચે. આવા દર્દીઓને સારવાર આપવા માટે જો દાઝેલા ભાગ પર ચામડી ચડાવવામાં આવે તો તેને મોતી ઉગારી શકાય છે. કોઈ પણ સ્કીન ડોનર જો પોતાની સ્કીન ડોનેટ કરે તો તેણે બે થી પાંચ વર્ષ સુધી આ બેંકમાં સાચવી શકાય છે. તમામ કામગીરી સ્પેશ્યાલીસ્ટ ટેકનીશીયન કે જે લોકોને તાલીમ પૂરી પાડી તેઓને ડોનેટ પાસે મોકલી ડોનરના સાળ કે પીઠમાંથી સ્કીન લેવામાં આવશે જેને સેકર ઈન્કયુપેટર મશીનમાં પ્રોસેસ કરી ચામડીના તમામ લેવલોને જાળવી શકાય. ત્યારબાદ ચામડીને બાયોસેફટીક કેબિનેટમાં પ્રોસેસ કરવામાં આવશે. જેમાં માઈક્રોબાયોલોજીસના ધ્યાનમાં તેનું ચાર-પાંચ દિવસ પ્રોસેસ કરવામાં આવશે. ત્યારબાદ ચામડીને આપણે મશીનમાં ચાર-પાંચ વર્ષ સુધી સાચવી શકાય છે.
દર્દીઓ માટે આશીર્વાદરૂપ સ્કીન બેંક ગુજરાતભરમાં સૌપ્રથમ વખત રાજકોટ અને સૌરાષ્ટ્રભરના બર્ન્સ દર્દીઓને લાભ મળતો રહેશે. આ સ્કીન બેંકના કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા તબીબી અધિક્ષકનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટીક સર્જનના સહયોગી રોટરી કલબ દ્વારા આ કાર્ય પાર પાડવામાં આવ્યું છે. મુંબઈ ખાતે ચાલતી નેશનલ બર્ન્સ સેન્ટરમાં ડો.કેસવાણી કે જેઓ પ્લાસ્ટીક સર્જન છે જે પોતે પણ રોટેરીયન છે. જેમણે ભારતમાં સૌપ્રમ વખત સ્કીન બેંકની શરૂઆત કરી. તેમના આગ્રહ બાદ ઈન્દોરમાં ચાલતી સ્કીન બેંક જોયા પછી અમને વિચાર આવ્યો કે રાજકોટમાં પણ જો સ્કીન બેંક મળે તો દર્દીઓને ઘણો લાભ મળી શકે છે. આ મશીનરી માટે રોટરી કલબ અને ડિસ્ટ્રીક રેડ અને ઈન્ટરનેશનલ ગ્રાન્ટમાંથી રૂા.૫૦ લાખમાં સ્કીન બેંકનું આયોજન કરવામાં આવ્યું.