સોમનાથ દાદાને ઘ્વજારોહણ તેમજ ભાતીગળ લોકડાયરાનું આયોજન: બે તબકકામાં પૂર્ણ થશે બાંધકામ
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાધાણી, કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ અને જયેશ રાદડીયા રહેશે ઉ૫સ્થિત
- અતિથિ ભવનની વિશેષતા
૧૦ વિઘામાં થશે અતિથિ ભવનનું નિર્માણ, ડિકલક્ષ અને સ્વીટરુમ સહીતના ૯ર રૂમ હશે., સ્વીમીંગ પુલ, ર વિશાળ બેન્કવેટ હોલ, ૨૩૪૭ સ્કે. ફુટના બે ડોરમેટ્રીક હોલ, બાળકો માટે ગેમઝોન, ૩૭,૭૫૦ સ્કે. ફુટનો પાર્ટીલોન્સ, અદતન સાઉન્ટ સીસ્ટમ સાથેનું થીયેટર, રેસ્ટોરેન્ટ અને કાફેટેરિયા, વિશાળ પાકિંગની સુવિધા, અદતન એન્ટ્રી ગેઇટ, ૨૮૬૨ સ્કે. ફુટ કલબ હાઉસ
- કાર્યક્રમની રૂપરેખા
૧૦મીએ સાંજે પ વાગ્યે સોમનાથ દદાને વાજતે ગાજતે ઘ્વજારોહણ, ૧૧મીએ વહેલી સવારે સોમનાથદાદાને ઘ્વજારોહણ, ૧૧મીએ સવારે સવારે ૮.૩૦ કલાકે ભૂમિપુજન, ૧૧મીએ સવારે ૯ કલાકે સ્ટેજ કાર્યક્રમ (મહેમાનો-દાતાઓનું સન્માન), ૧૧મીએ બપોરે ૧ર કલાકે ભોજન સમારોહ, ૧૧મીએ બપોરે ૧ કલાકે ભવ્ય લોકડાયરો
સોમનાથ ખાતે લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ- સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટના માઘ્યમથી સોમનાથમાં અતિઆધુનિક કક્ષાના અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ અતિથિ ભવનનું ભૂમિપૂજન તા.૧૧ ને રવિવારના રોજ થશે. આ પહેલા ૧૦મીએ સાંજે સોમનાથ મંદીરમાં ભવ્યથી ભવ્ય ઘ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સોમનાથમાં અતિઆધુનિક અતિથિ ભવનનું નિર્માણનું સ્વપ્ન જોનાર લેઉવા પટેલ સમાજના માર્ગદર્શક નરેશભાઇ પટેલના નેતૃત્વમાં ભૂમિપુજન ૧૧મી ફેબ્રુઆરીને રવિવારે સવારે ૮.૩૦ કલાકે જાણીતા ઉઘોગપતિ તુલસીભાઇ તંતી ના હસ્તે કરવામાં આવશે.
સમારોહના અઘ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ હાજર રહેશે. જયારે સમારોહના ઉદધાટન તરીકે ગોવીંદભાઇ ધોળકીયા, લાલજીભાઇ પટેલ, વસંતભાઇ ગજેરા, લવજીભાઇ ડાલીયા, સવજીભાઇ ધોળકીયા, મથુરભાઇ સવાણી, શંભુભાઇ પરસાણા, રમેશભાઇ પટેલ અને મહેશભાઇ સવાણી ઉ૫સ્થિત રહેશે.
મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, પૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફુલભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાધાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ સિઘ્ધાર્થભાઇ પટેલ, કેબીનટ મંત્રી આર.સી. ફળદુ, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સના બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સહીતના સમાજના ટ્રસ્ટીઓ આગેવાનો ઉ૫સ્થિત રહેશે.
વેરાવળ બાયપાસ તાલાલા ચોકડીથી આગળ હોટલ સુગર એન્ડ સ્પાઇસની બાજુમાં વેરાવળ-સોમનાથ ખાતે લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જેના ભૂમિપુજન પ્રસંગે સવારે ૯ કલાકથી સ્ટેજ કાર્યક્રમકનો પ્રારંભ થશે. દાતાઓનું સન્માન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે ભોજનપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારબાદ બપોરે ૧ વાગ્યા થી ભાતીગળ લોકડાયરો યોજાશે. લોકડાયરામાં કલાકારો અલ્પાબેન પટેલ, બ્રીજરાજદાન ગઢવી, યોગીતાબેન પટેલ અને સુખદેવભાઇ ધામેલીયા હશે.
લેઉવા પટેલ અતિથિ ભવન અતિઆધુનીક કક્ષાનું બનાવવામાં આવશે. અંદાજે ૧ લાખ સ્કવેટ ફુટનું બાંધકામ થશે.