સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ઉન્નતિ દેસાઈનું સંશોધન પેપર ઓસ્ટ્રેલિયાની જર્નલમાં પ્રકાશિત થયું: વિદ્યાર્થિનીઓમાં સામાજિક વર્તન અને સામાજિક સમાયોજનનો અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ઘરે રહીને અભ્યાસ કરતા, હોસ્ટેલમાં અને પી.જી.માં રહેનાર વિદ્યાર્થીઓ પર સર્વે હાથ ધરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ઉન્નતિ દેસાઈનું સંશોધન પેપર ઓસ્ટ્રેલિયા ની જર્નલ માં પ્રકાશિત થયું.ઉન્નતી દેસાઈ એ વિદ્યાર્થિનીઓમાં સામાજિક વર્તન અને સામાજિક સમાયોજનનો અભ્યાસ કર્યો.જેમાં ઘરે રહીને અભ્યાસ કરતા, હોસ્ટેલમાં અને પી.જી.માં રહેનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાજ દ્વારા વ્યક્તિ એકબીજા સાથે સપંર્કમાં રહી શકે છે. વ્યક્તિ સમાજના ધોરણ અનુસાર વર્તન કરવાનો પ્રયાસ કરે છે. સમાજ દ્વારા જ વ્યક્તિ સામાજિક વર્તન અને સામાજિક સમાયોજન સાધતા શીખે છે. સામાજિક પરિસ્થિતિમાં કરવામાં આવતા વર્તનને સામાજિક વર્તન કહેવામાં આવે છે. સામાજિક વર્તન એ માનવ જીવનનું મૂળભૂત પાસુ છે જે વ્યક્તિઓ સામાજિક જૂથમાં કે સમાજમાં કેવી રીતે ક્રિયા- પ્રતિક્રિયા કરે છે તેના પર આધારિત હોય છે.સામાજિક વર્તનમાં જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સાંસ્કૃતિક પરિબળો અસર કરે છે.વ્યક્તિના વિધાયક આવેગો તેનાં સામાજિક વર્તન પર અસર કરે છે.સામાજિ ક વર્તનર્ત એ સામાજિક સંબંધોને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વ્યક્તિનું સામાજિક વર્તન કેવું છે તેનો આધાર સામાજિક ભૂમિકાઓ, વ્યક્તિત્વ, ઉછેર તથા સામાજિક શિક્ષણ પર રહેલો છે. આધુનિક યુગને ‘ચિંતાગ્રસ્ત યુગ’ તરીકે ઓળખી શકાય છે.જીવનમાં વિવિધ ક્ષેત્રે લોકો સામાજિક સમાયોજનના અભાવે હતાશા-સઘંર્ષ અનભુવી રહ્યા છે ત્યારે જીવનની આ કટોકટીની પળે વ્યક્તિને જો કોઈ ઉગારી શકતું હોય તો તે છે સામાજિક સમાયોજન.દરેકને પોતાની જરૂરિયાતો સંતોષવામાં જે તે વ્યક્તિ કે વાતાવરણ સાથે સમાયોજન સાધવું પડે છે. સમાયોજન સાધવા વ્યક્તિ વાતાવરણને અનકુૂળ થાય છે અથવા તો વાતાવરણને બદલે છે.સમગ્ર જીવ સૃષ્ટિએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ક્યાંક ને ક્યાંક સમાયોજન સાધવું પડે છે. સામાજિક વર્તનની ઊંડી સમજણ વ્યક્તિને સામાજિક પરિસ્થિતિમાં વધુ અસરકારક સંબંધો બાંધવા અને જીવન સંતોષ વધારવામાં પણ લાભદાયક બની શકે છે.સામાજિક વર્તન અને સામાજિક સમાયોજનનો અભ્યાસ આપણને માનવ સ્વભાવ સમજવામાં મદદ કરે છે.

પીજીમાં રહીને અભ્યાસ કરતી વિધાર્થીનીઓ

રહેઠાણના સંદર્ભમાં સામાજીક વર્તનનો અભ્યાસ કરતાં તારણમાં પી.જી. ના વિદ્યાર્થીનીઓમાં સામાજિક વર્તન સારું જોવા મળ્યું છે. પી.જી.માં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર વધારે અંકુશ નથી હોતું.આથી તે દરેક પરિસ્થિતિમાં તે મુજબ વર્તન કરી શકે છે. આથી પી.જી.માં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં સામાજિક વર્તન સારું હોય તેવું શક્ય કારણ કહી શકાય.રહેઠાણના સંદર્ભમાં  સામાજીક સમાયોજનનો અભ્યાસ કરતાં તારણમાં જોવાં મળ્યું કે પી.જી.ના વિદ્યાર્થીનીઓમાં સામાજિક સમાયોજનનું પ્રમાણ સારું જોવા મળ્યું છે. બધી પરિસ્થિતિમાં ઘરથી દૂર રહીને પણ બધા સાથે હળી – મળીને રહેવા માટે તેઓ જલ્દી કોઈ અપરિચિત વ્યક્તિ સાથે સમાયોજન સાધી લેતાં હોય તેવું શક્ય કારણ હોઈ શકે છે.

સમાયોજનને અસર કરતા પરિબળો

સમાયોજનની સમસ્યા માનવ વર્તનની જટિલ સમસ્યા છે. કેટલીક એવી  બાબતો છે જેને  આપણે સમાયોજનની સમસ્યાનું કારણ ન કહી શકાય.ચોક્કસ સમસ્યા એ વિકાસશીલ વ્યક્તિ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા સંખ્યાબંધ પરિબળોનું પરિણામ છે. પરંતુ, ઘર,શાળા, સમાજના ઘણા પરિબળો સમાયોજનને અસર કરે છે, મુખ્યત્વે આ પરિબળો અસર કરે છે.

ઘરેલું પરિબળો:* (1) તૂટેલા ઘર: તમામ અભ્યાસો પરથી એવું જાણવા મળ્યું છે કે તૂટેલા ઘરમાંથી આવતા બાળકોમાં કાયમી ઘરના બાળકો કરતાં સમાયોજનની સમસ્યા વધુ હોય છે. જર્જરિત ઘરોમાં બાળકોની માનસિક જરૂરિયાતો જેવી કે સ્નેહ, સુરક્ષા, સહાનુભૂતિ વગેરે પૂર્ણ થતી નથી. (2) માતા-પિતાનું વર્તન: માતા-પિતાનું તેમના બાળકો પ્રત્યેનું વલણ બાળકોની પર્યાવરણ સાથે પોતાને સમાયોજિત કરવાની ક્ષમતા પર મોટી અસર કરે છે. માતા-પિતાનું અતિશય રક્ષણાત્મક અને વધુ પડતું ઉપેક્ષિત વર્તન બાળકોના સમાયોજન માટે હાનિકારક છે. (3) માતા-પિતા વચ્ચેનો સંઘર્ષ: જે ઘરોમાં માતા-પિતા વારંવાર ઝઘડા કરે છે ત્યાં બાળકો અસુરક્ષિત અનુભવે છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (4) પરિવારની આર્થિક સ્થિતિ: પરિવારની આર્થિક સ્થિતિ બાળકના વ્યક્તિત્વ પર ઘણી અસર કરે છે. જો પરિવારની આર્થિક સ્થિતિ નબળી હશે તો બાળકોની જરૂરિયાતો પૂરી થશે જેના કારણે તેમનું યોગ્ય સમયોજન થશે. બીજી બાજુ, જો પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય તો બાળકોની જરૂરિયાતો યોગ્ય રીતે પૂરી થતી નથી જેના કારણે સમાયોજનની સમસ્યા સર્જાય છે.

સમાયોજનની સમસ્યાને દૂર કરવાની રીતો-ઉકેલ

જ્યારે વિદ્યાર્થીનું વર્તન નૈતિક અને સામાજિક સ્વીકૃતિ અનુસાર ન હોય, ત્યારે તે સમાયોજનની સમસ્યાથી પીડાય છે. આવું વર્તન સમાજના લોકોની ઈચ્છા વિરુદ્ધ છે. આનું કારણ એ છે કે સમાયોજનની સમસ્યાથી પીડાતા વિદ્યાર્થીઓ તેમના માનસિક સંઘર્ષને દૂર કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં સમાયોજનની સમસ્યાને દૂર કરવી જરૂરી છે. સમાયોજનની સમસ્યાને દૂર કરવા માટે, આપણે નીચેના પગલાં લેવા જોઈએ.(1) પર્યાવરણીય ખામીઓ દૂર કરવા:* એવી ઘણી પરિસ્થિતિઓ છે કે જેના કારણે વ્યક્તિ પર્યાવરણીય ઉત્તેજનાને કારણે અવ્યવસ્થિત વર્તન કરે છે. ઉદાહરણ તરીકે, સિનેમામાં ડ્રગ સંબંધિત દ્રશ્યો જોયા પછી, ઘણા વિદ્યાર્થીઓ તે જ રીતે વર્તન કરવાનો પ્રયાસ કરે છે. પર્યાવરણમાં સુધારો કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. *(2) પલાયનવાદી વલણ દૂર કરવું:* પલાયનવાદી વ્યક્તિ એ છે કે જેનામાં લોકો સાથે મળવા, બોલવામાં અને વર્તન કરવામાં સંકોચ, ડર અને ખચકાટ હોય. તે વધુ દિવાસ્વપ્નો જુએ છે, તે રહસ્યવાદી અભિગમ લે છે. કેટલીકવાર કેટલીક અસામાજિક ટેવો વિકસે છે. જેમ કે બેસતી વખતે પગ હલાવવા, દાંત વડે નખ કરડવા, મોઢામાં આંગળીઓ રાખવી કે આંગળીઓ ખસેડવી વગેરે. આવા વલણને રોકવાથી સમાયોજનની સમસ્યા દૂર થઈ જાય છે. *(3) અસલામતીની લાગણી દૂર કરવા:બાળકોને માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો તરફથી મળતા પ્રેમ અને સ્નેહથી સુરક્ષાની લાગણી થાય છે. જો તેમની જરૂરિયાતો પર સાવચેતીપૂર્વક ધ્યાન આપવામાં આવશે, તો તેમની સુરક્ષાની ભાવના વધુ વધારશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.