ડાયમંડનગરીના જોડીયા રત્ન ધ્રુવ અને ધૈર્ય તા. ૭/૫ને દિક્ષા અંગીકાર કરશે: આચાર્યદેવ આનંદસાગર સુરીશ્ર્વરજી મ.સા.નાં સમુદાય અને નયચદ્રસાગરસુરીજીની નિશ્રામાં સંયમ મહોત્સવ ઉજવાશે.
જૈન શાસનમાં ફરી સુવર્ણ ઈતિહાસ રચાશે ટવીન્સ બાલુડાની ટવીન્સ દિક્ષાનો ઐતિહાસીક અવસર યોજાશે.
તાજેતરમાં થરાદનગરીમાં એક સાથે ૨૫ મુમુક્ષુઓ એ સંયમ અંગીકાર કરતા જૈન શાસનની શોભામાં અભિવૃધ્ધિ થઈ છે ત્યારે ડાયમંડનગરી ગણાતા સુરત શહેરમાં જૈન સમાજના બે જોડીયા રત્ન એક સાથે દિક્ષા અંગીકાર કરી જન્મદાત્રીનાં ખોળાને દીપાવશે.
પૂ. આગમોદ્વારક આચાર્ય દેવ આનંદ સાગર સુરીશ્ર્વરજી મ.સા.નાં સાનિધ્યમા સુરત ખાતે ટવીન્સ બાલમુમુક્ષુ ધ્રુવ અને ધૈર્યની દિક્ષા થશે. સુરત નગરીમાં બલમુમુક્ષુની દિક્ષાનો અવિસ્મરણીય અવસર યોજાશે િદક્ષા મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અહો ભાગ્ય ધન્ય ઘડી આ. શ્રી ઓમકારસૂરી આરાધના ભવન, ગોપીપુરા સુરતનાં આંગણે આવી પહોચી છે.
ટવીન્સ બાલુડાની દીક્ષા મહોત્સવને અવસરે ગુ‚ભગવંતોનો મંગલ પ્રવેશ તા. ૫-૫ને શુક્રવારે વાજતે ગાજતે થશે વરસીદાન વરઘોડો તા. ૬-૫ને સવારે ૭.૩૦ કલાકે નીકળશે જયારે ટવીન્સ બાલુડાને રજોહરણ મેળવવાનું શુભ મુર્હુત તા. ૭-૫ને રવિવારે સવારે ૭.૩૦ કલાકે છે. સવારે ૭.૩૦ ના મુહુર્તમા જોડીયા ભાઈઓને મુનિપદ પ્રદાન થશે. ઐતીહાસીક દિક્ષા મહોત્સવમાં શિષ્ય શિલ્પી આચાર્યશ્રી નયચંદ્ર સાગરસૂરી મ.સા.ની નિશ્રામાં ઉજવાશે સંયમની આ ઐતિહાસીક ઘડીમાં ભાવિકોને સાક્ષી થવા મહેતા નિહાલચંદ પરિવાર (સુઈ ગામ તીર્થ) તથા મહેતા રજનીકાંત મહાસુખલાલ અમલુખભાઈ પરિવાર છે.