આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ તથા દીવમાં ભારે વરસાદની સંભાવના: રવિવારે બંગાળની ખાડીમાં નવુ લો-પ્રેશર બનશે જે સારો વરસાદ આપે તેવી સંભાવના
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ હજુ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગીર-સોમના તથા દીવમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે બંગાળની ખાડીમાં નવું લો-પ્રેસર બનશે જે આવતા સપ્તાહે રાજ્યમાં સારો વરસાદ આપે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. ગુજરાત અને ઝારખંડ પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. સાો સો ઉત્તર મધ્યપ્રદેશ અને તેની સો જોડાયેલા વિસ્તારોમાં લો-પ્રેસર છે.
આ લો-પ્રેસર આગામી ૧૨ કલાકમાં નબળુ પડશે છતાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમના અને દીવમાં આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વલસાડ, દમણ દાદરાનગર હવેલી ઉપરાંત ગીર સોમના અને દીવમાં જ્યારે શનિવારે વલસાડ, નવસારી તથા રવિવારે આ બન્ને જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આગામી ૨ થી ૩ દિવસ સુધી રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ રહેશે દરમિયાન રવિવારે ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેસર બની રહ્યું છે જેની અસર તળે રાજયમાં આવતા સપ્તાહે પણ ભારેી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. મધ્યમી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારી રાજ્યના ૯૨ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે.