યાર્ડની રોજની સરેરાશ દશ હજાર મણની આવક
હાઈટેક ખેતી પધ્ધતિ થકી વિવિધ પાકોના વાવેતર અને તેના ઉત્પાદનમાં રાજયભરમાં મોખરાનું સ્થાન ધરાવતો હળવદ તાલુકો આજે ખેતી ક્ષેત્રે અગ્રેસર છે. હળવદની પહેલા કપાસ ત્યારબાદ જીરૂ અને હવે વરીયાળીની ડીમાન્ડ દેશ અને વિદેશમાં થઈ રહી છે.ત્યારે હળવદ માર્કેટીંગ યાર્ડમાં આવતા વરીયારીના રોજબરોજના સરેરાશ બાર હજાર મણના જથ્થા પૈકી અમુક જથ્થો હળવદ યાર્ડના વેપારીઓ પ્રોટેકસ મશીન દ્વારા સાફ કરી તેનું પેકીંગ એકસપોર્ટથઈ રહ્યું છે.
ઝાલાવાડમાં પાછલા ચાર પાંચ વર્ષનાં વરીયારીના વાવેતરનાં આંકડા મુજબ ચાલુ વર્ષે હળવદ પંથકમાં વધુ વાવેતર વરીયારીનું ચાર હજાર હેકટરમાં નોંધાયું છે. પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વરીયારીનું વાવેતર થયું છે. સામાન્ય રીતે પાછલા પાંચ વર્ષ કરતા ચાલુ વર્ષે વરીયારીના પાકનું વાવેતર વધુ થયું છે. ઝાલાવાડના સૌથી મોટા ગણાતા હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે ૧ એપ્રીલથી વરીયારીના પાકની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે આજે હળવદ યાર્ડમાં બાર હજાર મણની આવક નોંધાઈ છે. હળવદ યાર્ડમાં આવતી વરીયારી સામાન્ય રીતે રાજકોટ, ઉંઝા જેવા પીઠામાં વધુ વેચાણ અર્થે જાય છે. પરંતુ સારી કવોલીટીનો માલ હોવાથી ચાલુ વર્ષે હળવદ યાર્ડના સમુહ વેપારીઓ સારી કવોલીટીની વરીયારીનું પ્રોટેકસ મશીનમાં સાફ કરી તેનું ૧ કિલોના પેકીંગ સાથે એકસપોર્ટ કરી રહ્યા છે.
રોગ જીવાતનું ઓછુ પ્રમાણ આવે છે: ખેતીવાડી ખાતુ
હળવદ તાલુકા ખેતી વિસ્તરણ અધિકારી બેલાબેન પટેલના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વરીયારીના પાકનું વાવેતર વધ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછુ આવે છે. પરિણામે જંતુનાશક દવાનો ખર્ચ ઓછો આવતા ખેડુતો વરીયારીના પાકના વાવેતર તરફ વળ્યા છે.
એક વર્ષ બાદ બધો જથ્થો એકસપોર્ટ થશે
હળવદ માર્કેટીંગ યાર્ડનાં સુત્રોનાં જણાવ્યા મુજબ હળવદ યાર્ડમાં આવતી વરીયારીનો જથ્થો રાજકોટ, ઉંઝા, ગોંડલ મોકલાય છે. અમુક જથ્થો સ્થાનીક વેપારીઓ પ્રોટેકસ મશીનમાં કંપલીટ કરી પેકીંગ દ્વારા અકેસપોર્ટ કરે છે. પરંતુ હળવદ યાર્ડનો એવો પ્રયાસ છે બહારનાં એકસપોર્ટરોને હળવદ યાર્ડમાંથી સીધી ખરીદી કરવા બોલાવવામાં આવશે જેથી તમામ જથ્થો હળવદમાંથી સીધો એકસપોર્ટ થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,