એવીપીટી કોલેજ પાછળ ખાણીપીણીના ૧૩ વેપારીઓને નોટિસ: શાળા-કોલેજોની આસપાસ પાનવાળાઓને ત્યાં દરોડા
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે અલગ-અલગ સાત સ્થળેથી આઈસ્ક્રીમ તથા લસ્સીના નમુના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એવીપીટી કોલેજ પાછળ ઉભા રહેતા ખાણી-પીણીના ૧૩ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. આજે શાળા-કોલેજોની આસપાસ પાનવાળાઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ૮ પાનવાળાઓને નોટિસ અપાઈ હતી.
આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન નિર્મલા સ્કુલ સામે, જેબીસ ફુડસમાંથી સ્વીટ અને આઈસ્ક્રીમ પાઈનેપલ મેનીયા, જાગનાથ પોલીસ ચોકી પાસે સંતુષ્ટી શેઈક એન્ડ મોરમાંથી હનીમુન ડીલાઈટ આઈસ્ક્રીમ, મનીતા હોસ્પિટીલીટીમાંથી કોકીઝ એન્ડ ક્રિમ આઈસ્ક્રીમ, રેસકોર્સ રીંગ રોડ પર ધ લંડન શેઈકમાંથી શેક્રોન લસ્સી, રેસકોર્સ રીંગ રોડ પર પટેલ આઈસ્ક્રીમમાંથી કાજુ-દ્રાક્ષ આઈસ્ક્રીમ, મહાદેવવાડી મેઈન રોડ પર ડિલાઈટ આઈસ્ક્રીમમાંથી અમેરિકન ડાયફ્રુટ આઈસ્ક્રીમ, ૪-લક્ષ્મીનગરમાં પટેલ કેન્ડીમાંથી માવા મલાઈ કુલ્ફીનો નુમનો લેવામાં આવ્યો હતો. આજે શાળા-કોલેજોની આસપાસ હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ૮ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરના ટાગોર રોડ પર એવીપીટી એન્જીનિયરીંગ કોલેજ પાછળ ઉભા રહેતા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું અને ૧૩ને નોટિસ ફટકારવામાં આવી હતી.