- રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
- અરવલ્લીના મોડાસાથી કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે
- નેતા- કાર્યકરો સાથે બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે
6 દિવસમાં રાહુલ ગાંધી બીજીવાર ગુજરાત આવ્યા છે. ત્યારે ગતરોજ જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા નિરીક્ષકો સાથે બેઠક કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે મોડાસામાં હાજરી આપશે. તેમજ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ મોડાસામાં “સંગઠન સૃજન અભિયાન”નો પ્રારંભ કરાવશે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમજ તેઓ મોડાસામાં સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાવશે. સંગઠનને મજબૂત બનાવવાના પાયલટ પ્રોજેકટનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવશે. રાહુલ ગાંધી અમદાવાદથી મોડાસા જવા રવાના થયા હતા. મોડાસાના સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લીના નેતા- કાર્યકરો સાથે બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત નેતા- કાર્યકરો સાથે બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે.
રાહુલ ગાંધીએ ગઈકાલે રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠકો કરી હતી, જેમાં જિલ્લા નિરીક્ષકોની નિમણૂંક કરી જવાબદારી સોંપી દીધી છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવી છે. જે 10 દિવસમાં કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. ત્યારબાદ 45 દિવસમાં એટલે કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે.
નિરીક્ષકોએ જિલ્લા અને શહેર અધ્યક્ષ માટે 5 નામની પેનલ બનાવવાની રહેશે. નિરીક્ષકોએ તેમને સોંપેલા સમગ્ર જિલ્લા કે શહેરનો પ્રવાસ કરવાનો રહેશે. નિરીક્ષકો જ્યારે જાય ત્યારે 3-3 દિવસ રોકાવાનું રહેશે. જિલ્લા કે શહેરમાં કોણ સૌથી વધારે સક્ષમ છે તે જાણવાનું રહેશે. આ ઉપરાંત પ્રવાસ દરમિયાન માત્ર નેતાને નહીં કાર્યકરો અને સામાન્ય જનતાને પણ મળવાનું રહેશે.
પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સંસદ સભ્યો, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. SC, ST, OBC અને માયનોરિટી ડિપાર્ટમેન્ટના વડા પણ નિરીક્ષક તરીકે જશે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ નિરીક્ષક તરીકે જશે.
નિરીક્ષકોને જિલ્લા-શહેરમાં કાર્યકરો અને જનતાને સાંભળવા આદેશ કરાયો છે. સામાન્ય જનતા અને કાર્યકરોને પસંદગીને પ્રાધાન્ય આપી પ્રમુખનું નામ નક્કી કરાશે. માત્ર પુરૂષો જ નહીં સક્ષમ મહિલાઓને શોધીને અધ્યક્ષ બનાવવા સૂચના અપાઇ હતી. તેમજ ગુજરાતના ઓછામાં ઓછા 5 જિલ્લામાં મહિલા પ્રમુખ પસંદ કરવા સૂચના અપાઇ છે.