- નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવ્યું
- કાર્યક્રમ બાદ રાષ્ટ્ર એકતા માટેના શપથ લેવડાવવામાં આવ્યા
31 ઓકટોબરે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. દર વર્ષે તેમની જન્મજયંતિ એ 31 ઓકટોબરના રોજ એકતા દોડનું આયોજન કરવામાં આવે છે. જોકે આ વખતે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને 29 ઓકટોબરના રોજ રાજ્યભરમાં એકતા દોડ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનની ઉજવણીના ભાવરૂપે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના સર્કિટ હાઉસના ગેટ થી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે લીલી ઝંડી બતાવી રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવ્યું હતું, રન ફોર યુનિટીમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક, નગરપાલિકાના પ્રમુખ, અધિક નિવાસી કલેકટર, મામલતદાર, ASP સંજયકુમાર કેશવાલા સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત નાગરિકો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રન ફોર યુનિટી મોડાસા હાઈસ્કૂલના મેદાન ખાતે પૂર્ણ થઈ હતી, કાર્યક્રમ બાદ રાષ્ટ્ર એકતા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા..
ઋતુલ પ્રજાપતિ