Modasa ની પ્રજાને પ્રાકૃતિક અને રળિયામણું વાતાવરણ મળી રહે તે માટે માઝૂમ નદી પર 10.13 કરોડના ખર્ચે આગામી સમયમાં માઝૂમ રિવરફ્રન્ટ બનાવામાં આવશે. વધુ વિગત મુજબ મોડાસાની પ્રજાને પ્રાકૃતિક અને રળિયામણું વાતાવરણ મળી રહે તે માટે સરકારે વર્ષ 2019માં માઝૂમ નદીના કિનારા પર રિવરફ્રન્ટ બનાવવા માટે રૂપિયા 4 કરોડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથધરી ખાનગી એજન્સીને કામ સોંપી દેવાયું હતું. પરંતુ માઝૂમ નદીના બંને કિનારા ઉપરના 400 મીટર લંબાઈના કામમાં 10 કરોડ જેટલો ખર્ચ થવાનો હોવાથી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ નદી કિનારા પર પ્રોટેક્શન વોલ, ગાર્ડન, વૉકિંગ એરિયા સહિતની જુદી-જુદી સુવિધાઓ આવરી લેવાઇ હતી. ત્યારે હવે સરકાર દ્વારા બ વર્ગની નગરપાલિકાને 4 કરોડની જગ્યાએ 8 કરોડની ગ્રાન્ટ અપાનાર છે, ત્યારે ઉપરનો 2.13 કરોડ જેટલો ખર્ચ નગરપાલિકા સ્વભંડોળમાંથી વાપરીને માઝૂમ રિવરફ્રન્ટ બનાવવાની દિશામાં કામ કરી રહી છે. ત્યારે સરકારમાંથી મંજુરી મળતા જ ટેન્ડરિંગની કામગીરી કર્યા બાદ માઝૂમ રિવરફ્રન્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.
ઋતુલ પ્રજાપતિ