• HPV વાયરસના નિષ્ણાત રજની વુમન્સ હોસ્પિટલના ડૉ.નિર્મિત ચૌધરી રહ્યા ઉપસ્થિત
  • 9 થી 26 વર્ષીય 200થી વધુ યુવતીઓ અને મહિલાઓએ રસી મુકાવી
  • રસીનો મુખ્ય હેતુ હ્યુમન પેપિલોમાં વાયરસના ચોક્કસ પ્રકારના ચેપ સામે રક્ષણ આપવાનો
  • HPV વેક્સિનેશન કાર્યક્રમ જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને યોજાયો

મોડાસામાં લીંબાચીયા સમાજની મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભવિષ્યના તંદુરસ્ત સમાજના નિર્માણ અર્થે HPV વેક્સિનેશન કાર્યક્રમ જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સમાજના લિંબચ યુથ હેલ્પેઝ યુવા ગ્રુપ દ્વારા આયોજિત સર્વાઇકલ કેન્સર રસીનો મુખ્ય હેતુ હ્યુમન પેપિલોમાં વાયરસના ચોક્કસ પ્રકારના ચેપ સામે રક્ષણ આપવાનો છે. HPV વાયરસ વિષયના નિષ્ણાત અમદાવાદના રજની વુમન્સ હોસ્પિટલના  ડૉ.નિર્મિત ચૌધરીએ ઉપસ્થિત સમાજની યુવતીઓ, મહિલાઓને ગર્ભાશયના કેન્સર જેવા રોગોથી રક્ષણ આપવા અર્થે તેમજ સર્વાઇકલ કેન્સર તેમજ અન્ય HVP સબંધિત કેન્સર અને રોગો વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી.

અરવલ્લીના મોડાસામાં ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે મોડાસા બસો લિંબચિયા જય પ્રેરિત મોડાસા લિંબચ યુથ હેલ્પેઝ ગ્રુપ દ્વારા સમાજની મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભવિષ્યના તંદુરસ્ત સમાજના નિર્માણ અર્થે HPV વેક્સિનેશન કાર્યક્રમ અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સમાજના લિંબચ યુથ હેલ્પેઝ યુવા ગ્રુપ દ્વારા આયોજિત સર્વાઇકલ કેન્સર રસીનો મુખ્ય હેતુ હ્યુમન પેપિલોમાં વાયરસના ચોક્કસ પ્રકારના ચેપ સામે રક્ષણ આપવાનો છે. HPV વાયરસ વિષયના નિષ્ણાત અમદાવાદના રજની વુમન્સ હોસ્પિટલના ડૉ. નિર્મિત ચૌધરીએ ઉપસ્થિત સમાજની યુવતીઓ, મહિલાઓને ગર્ભાશયના કેન્સર જેવા રોગોથી રક્ષણ આપવા અર્થે તેમજ સર્વાઇકલ કેન્સર તેમજ અન્ય HVP સબંધિત કેન્સર અને રોગો વિશેની સંપૂર્ણ માહિતી આપી હતી.

HPV વાઇરસ એટલે કે હ્યુમન પેપીલોમાં વાઇરસ રસીકરણ કાર્યક્રમમાં સમાજની 9 થી 26 વર્ષીય 200 થી વધુ યુવતીઓ અને મહિલાઓએ રસી મુકાવીને સર્વાઇકલ કેન્સર અને HVP સબંધિત કેન્સર અને રોગોના જોખમ પર સુરક્ષિત થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, ધનસુરા સરપંચ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હેમલતા પટેલ, ન્યુ લિપ સ્કૂલના ટ્રસ્ટી હરેશ પટેલે HPV વાયરસ રસીકરણ અંતર્ગત માહિતી આપીને મોડાસા બસો લિંબાચિયા સમાજના યુવા ગ્રુપ ટીમે કરેલ આરોગ્યલક્ષી સેવાઓની કામગીરીને બિરદાવી હતી. સમાજમાં શૈક્ષણિક, મેડિકલ, ધાર્મિક, આરોગ્ય અને સામાજિક સેવાઓ પૂરી પાડવાની સાથે નિસ્વાર્થ સેવા, સામૂહિક  ભાવના અને સૌનો સાથ સમાજના વિકાસના સૂત્ર સાથે મોડાસા લીંબચ યુથ હેલપેઝ ગ્રુપ  અને મોડાસા બસો લીંબચિયા સમાજ જથ, સમાજના ઉત્થાન અને પ્રગતિમાં વધારો કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે HPV વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજના દાતાઓ અને લિંબચ યુથ હેલ્પેઝ યુવા ગ્રુપના આર્થિક સહકારથી આરોગ્યલક્ષી સેવા સમાજને સમર્પિત કરી હતી.

ઋતુલ પ્રજાપતિ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.