હોસ્પિટલની ક્ષમતા, ઓકિસજનની સુવિધા, બેડની ઉપલબ્ધતા અને દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓની ચકાસણી કર્યા બાદ કોવિદ ઇન્ડીયા પોર્ટલ પર માહીતી મૂકાશે

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી એકવાર વૈશ્ર્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતને કોરોનાની સંભવિત લહેરમાંથી ઉગારી લેવા કેન્દ્ર અને રાજય સરકાર એલર્ટ બની ગઇ છે. આજે ગુજરાત સહિત દેશભરમાં તમામ કોવિદ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોની ક્ષમતા અને સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી. રાજયમાં હાલ કોરોના સ્થિતિ ચિંતાજનક નથી. એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી. છતાં સરકાર એલર્ટ બની ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાએ ગઇકાલે દેશના ખ્યાતનામ અને નિષ્ણાંત તબીબો સામે કોવિડના ખતરા સંદર્ભે મીટીંગ યોજવામાં આવી હતી.

ગુજરાતમા 33 ટકા લોકોને પ્રિકોશન ડોઝ આપી દેવામાં આવ્યો છે. 100 ટકા વેકિસનેશનની કામગીરી માટે આગામી દિવસોમાં રાજય સરકાર દ્વારા રાજયની તમામ આઠેય મહાપાલિકામાં વેકિસનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવનાર છે. દરમિયાન કેન્દ્ર સરકારના આદેશ મુજબ આજે દેશભરમાં કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 10 વાગ્યાથી રાજયભરમાં કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. ઓકિસજનની સુવિધા, બેડની ઉપલબ્ધતા, દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીની ચકાસણી કરવામાં આવી હતી. મોકડ્ીલ પૂર્ણ થયા બાદ તમામ માહીતી કોવિડ ઇન્ડિયા પોર્ટલ પર મૂકવામાં આવશે. સામાન્ય રીતે કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના ઓચિંતુ ચેકીંગ કરવાની કામગીરીને મોકડ્રીલ કહેવામાં આવતી હોય છે પરંતુ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા એકાદ સપ્તાહ પૂર્વ જ કોવિડ હોસ્પિટલોમાં ર7મી ડિસેમ્બરના રોજ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હોવાના કારણે તમામ કોવિડ હોસ્પિટલો તમામ રિતે સજજ જણાતી હતી.

તબીબોના મતે નવા બીએફ-7 વેરઅન્ટમાં સંરક્ષણના દર મુજબ 1 દર્દી, 16 વ્યકિતઓને સંકમીત કરી શકે છે. ભારતમાં કોરોનાની નવી લહેરનો ખતરો તદ્દન નહિવત છે. પરંતુ બીજી લહેરમાં દેશભરમાં જે રીતે હોસ્5િટલોમાં ખાલી બેડની અછત, ઓકિસજનની અછત, મૃતકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનોમાં વેઇટીંગ સહિતના અલગ અલગ પ્રશ્ર્નોમાંથી સબક લઇ સરકાર દ્વારા આજે દેશભરમાં કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં રાજયમા: કોરોના ટેસ્ટીંગ પણ વધારવામાં આવશે.

કોરોનાથી બચવા માટે લોકોને ભીડભાડ વાળી જગ્યાએ જાય ત્યારે માસ્ક પહેરવા, ,સોશિયલ કિસ્ટન્સનું પાલન કરવા, સેનીટાઇઝરનો ઉપયોગ કરવા સહિતની કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.