કોરોનાના સંક્રમણને લઇ સરકાર એક્શન મોડમાં
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓએ પોર્ટેબલ હોસ્પિટલમાં બેડની કેપેસિટી અને ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરી
દેશમાં કોરનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 5880 નવા કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસનો આંકડો 35,199 પર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3481 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે 12 લોકોના મોત થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 4,41,96,318 લોકો કોરોના મુક્ત થઈ ચૂક્યા છે અને કુલ મૃત્યુઆંક 5,30,979 પર પહોંચ્યો છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર એક્શન મળવામાં આવી છે જેને લઈને રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આજે અને આવતીકાલે તેમ બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આજે ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે,લોકોએ ડરવાનું કે ગભરાવાની જરૂર નથી.
કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે. જ્યાં ભીડ થઈ રહી છે ત્યાં માસ્ક પહેરવું જરૂરી છે. વીડિયો કોંફરન્સ મારફતે કેન્દ્ર તરફથી સૂચનાઓ મળે તેને અનુસરવામાં આવી રહી છે, મોકડ્રિલમા જે ત્રુટીઓ ધ્યાને આવશે તેને દૂર કરવામાં આવશે. રસીની અછત છે, કેન્દ્ર સરકાર પાસે 3 લાખ રસીની માગણી કરવામાં આવી છે વધુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભીડભાળ વાળી જગ્યાઓમાં લોકોએ એસ ઓ પી નું પાલન કરી માસ્ક ફરજિયાત પેરવા અંગે અપીલ કરી હતી.
જ્યારે રાજકોટમાં આવેલ પીડી હોસ્પિટલ ખાતે અધિકારીઓ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં તેમના દ્વારા ચૌધરી ગ્રાઉન્ડમાં આવેલ પોર્ટેબલ હોસ્પિટલની તપાસ કરવામાં આવી હતી અને તેની બેડની કેપેસિટી ની ચકાસણી કરવામાં આવી હતી જ્યારે પીડીઓ કોલેજ પાસે આવેલા ઓક્સિજનના પ્લાન્ટની પણ ચકાસણી કરવામાં આવી હતી જ્યારે છેલ્લા એક માસમાં ઓપીડીમાં આવેલા કેસોની અને ઇમરજન્સીમાં આવેલા કેશોની તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના સામે પહોંચી વળવા માટે હોસ્પિટલોની ચકાસણી કરવા આજ અને આવતીકાલ તેમ બે દિવસ માટે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે જ્યારે ઘણી હોસ્પિટલોમાં કોરોનાની રસી ન હોવાથી તે મંગાવવા માટે સરકારને જાણ કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષામાં બેઠકમાં માસ્ક પહેરી લોકોને માસ્ક પહેરવા અપીલ કરી
દેશની સાથે રાજ્યભરમાં કોરોનાના કેશો સતત વધી રહ્યા છે અને વધુ માત્રામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે તે સંક્રમણને અટકાવવા માટે સરકારે એક્શન મોડમાં આવી છે જેમાં ગત.તા.7 ના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના દ્વારા રાજ્યના તમામ હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં આગામી દિવસોમાં કોરોનાની સુવિધા ને લઈને ચકાસણી કરવા માટે જાણ કરી હોવાથી તમામ રાજ્યો દ્વારા આજે અને આવતકાલ એટલે કે બે દિવસ માટે તમામ સરકારી હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજવામાં આવવાની છે ત્યારે આજે ગુજરાતમાં રાજકોટ સહિત તમામ સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં ઓક્સિજન, વેન્ટીલેન્ટર સહિતની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.