આગ ઓલાવવાની પ્રેકટીસ ઉપરાંત કોરોના સંક્રમણ અટકાવવાના ઉપાયો અંગેની જાણકારી અપાઈ
રાજકોટ જિલ્લામાં શાપર (વેરાવળ) ખાતેની ડયુરોપ્લાય ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ નામના એસ.એ.એચ. કંપનીમાં કારખાનાનાં નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય આર.એ. પરમારે અચાનક મુલાકાત લઈ ઓનલાઈન ઈમરજન્સી પ્લાનનું રિહર્સલ કરાવતા કંપનીનાં પ્રોડકસન અને મેન્ટેનેશ વિભાગમાં કામ કરતા શ્રમિકોની ચકાસણ થયેલ હતી.
મોકડ્રીલમાં કંપનીના કાનજીભાઈ સોઢા (એચ.આર.મેનેજર) કમલેશભાઈ લાડાણી (લાયજન ઓફિસર) સૂર્યકાંત ઝા (મેન્ટેનેશ ઈન્ચાર્જ) તથા રૂષિ શર્મા તેમજ આશરે કુલ ૬૦ શ્રમિકોએ ભાગ લીધેલ હતો.
આગ લાગતા ઈમરજન્સી પ્લાનમાંથી તૈયારી મુજબ કંપનીની ફાયર ટીમ સર્તક થઈને થોડી મીનીટોમાં આગ ઓલવવાની પ્રેકટીસ કરેલ હતી સાથે કોવિડ ૧૯નું સંક્રમણ અટકાવવાનાં ઉપાયોની તથા ફીનોલ અને ફોરમાલ્ડીહાઈડ અંગે રાખવાની સાવચેતીની પણ આર.એ. પરમારે શ્રમિકોને તથા કંપનીના મેનેજમેન્ટને જાણકારી આપી હતી.