જાન્યુઆરી માસથી ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાની ઝુંબેશ શરૂ: ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ અને આસામમાં રિહર્સલ

રાજકોટ અને ગાંધીનગરમાં ચાર કલાકની મોકડ્રિલ: પાંચ સ્થળ પર ૨૫-૨૫ હેલ્થ વર્કરોને અપાઈ વર્ચ્યુઅલ વેકસીન

કોરોના વાયરસના કારણે વિશ્ર્વભરમાં છવાયેલી મહામારીમાંથી મૂકત થવા તમામ રાષ્ટ્રોની સરકાર, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વૈજ્ઞાનિકો સતત મથામણ કરી રહ્યા છે. તો બીજી તરફ રસીની કિંમતો, આડઅસરની આશંકા તેમજ સંગ્રહ ક્ષમતાને લઈ વિવિધ પડકારોથી રસીની નરસ્સા ખેંચથ જામી છે. આ વચ્ચે અમેરિકા, બ્રિટન અને રશિયા સહિતના મોટાભાગના દેશોમાં રસી આપવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે, આગામી જાન્યુઆરી માસથી ભારતમાં પણ રસીકરણ ઝુંબેશ શરૂ થવાની છે. પ્રથમ તબકકામાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાનું લક્ષ્યાંક સેવાયું છે. ત્યારે આ વ્યવસ્થામાં કોઈ ખામી તો નથીને ?? રસી પહોચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાઈ તો ગઈ છે ને?? આ તમામ ચકાસણી કરવા દેશના ચાર રાજયોમાં રિહર્સલ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ અને આસામનો સમાવેશ છે. એમાં પણ ગુજરાતમાંથી રાજકોટ અને ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે. જે અનુસંધાને રાજકોટના કુલ પાંચ સ્થળો પર મોકડ્રીલ યોજવામાં આવી હતી દરેક સ્થળ પર ૨૫-૨૫ હેલ્થવીર્કરો એમ કુલ ૧૨૫ લોકોને આભાસી રીતે રસી આપવામાં આવી હતી.

રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, સ્ટર્લીંગ હોસ્પિટલ, શેઠ હાઈસ્કુલ અને શાળા નં. ૩૨માં આ મોકડ્રીલ યોજાઈ હતી. આ તમામ પાંચ સ્થળો પર રસી માટે અલગ ત્રણ રૂમ તૈયાર કરાયા હતા. જેમાં પ્રથમ રૂમ વેઈટિંગરૂમ તરીકે જયારે બીજો રૂમ રસી આપવા માટે તો ત્રીજા રૂમમાં રસી અપાયા બાદ ઓબ્ઝર્વેશન માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે. દરેક સ્થળ પર અલગ અલગ સર્કલ બનાવી મેડીકલ, મેરામેડીકલ સ્ટાફ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તૈનાત રહ્યા હતા.

20201229 094045 scaled

સૌ પ્રથમ યાદી મુજબ જેમને રસી આપવાની છે. તેવા હેલ્થ વર્કરોને સ્થળ પર બોલાવી કોવિન એપ પર રસી માટે નામ નોંધણી થઈ છે કે કેમ?? તેની ચકાસણી કરી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો ને આધારે ઓળખ કરી સેન્ટરમાં પ્રથમ રૂમમાં મોકલવામાં આવ્યાહતા. ત્યારબાદ ક્રમાનુસાર તમામ ૨૫ હેલ્થવર્કરોને દરેક કેન્દ્ર પર વર્ચ્યુઅલી રસી અપાઈ હતી. રસી અપાયા બાદ દરેક હેલ્થ વર્કરને ત્રીજા રૂમમાં અડધો કલાક માટે નીરીક્ષણ હેઠળ રખાયા હતા જેથી ખરેખર રસીના ડોઝ અપાયાબાદ આડઅસર થાય છે કેમ ?? તે અંગેની વ્યવસ્થા કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં વાયરસની તીવ્રતા ઓછી થઈ નથી. જોકે, ભારતમાં એકંદરે કેસો ઘટયા છે. પરંતુ બ્રિટનથી ઉદભવેલા નવા સ્ટ્રેનનો ખતરો ઉભો થયો છે. આ વચ્ચે હવે, ભારતમાં રસીકરણનું અભિયાન જાન્યુઆરી માસમાં શરૂ થવાનું છે. જેમાં ભારત નત્રિદેવથના સ્વરૂપમાં ત્રણ રસીઓનો ઉપયોગ કરે તેવી શકયતા છે. જેમાં સ્વદેશી રસી કોવેકિસન, ઓકસફર્ડ રસી તેમજ ઝાયડસ કેડીલાની ઝોયકોવી-ડીનો સમાવેશ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.