કાઠિયાવાડી, મારવાડી, શણગારેલા અશ્વ કૌશલ્યનો કુંભ: રાજય પશુ પાલનના અશ્વ-શોને જબ્બર પ્રતિસાદ
અશ્વપ્રેમીઓના સ્વર્ગ સમાન મેળો એટલે કે, અશ્વ-શોમાં રાજયભરના ઘોડે સ્વારો પોતાના અશ્વોને લઈ વિવિધ કરતબો અને પાણીદાર અશ્વોની ગતિ માનવા માટે સ્પર્ધામાં જોડાયા હતા. આયોજનમાં મુખ્ય આકર્ષણરૂપે શણગારેલા ઘોડાઓ, કાઠિયાવાડી વછેરો-વછેરી, કાઠિયાવાડિ તેમજ મારવાડી સહિત વિવિધ બ્રિડના કાળા, બ્રાઉન, સફેદ તેમજ વિવિધ રંગ તેમજ તેની વિશેષતા ધરાવતા અશ્વોએ હણહણાટી કરી હતી.
જસદણમાં રાજય પશુપાલન ખાતા અને કાઠીયાવાડી હોર્સ બ્રીડર્સ એસો. દ્વારા ત્રણ દિવસીય અશ્વ શોનુ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની સહાય દ્વારા ૩૦૦ થી વધુ અશ્વોની હણહણાટી જોવા મળી હતી. સતત બીજા વર્ષે પણ અશ્વ શો ના આયોજન દ્વારા અશ્વ પાલનના શોખીનોમાં હર્ષો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
આ અશ્ર્વ શોમાં કાઠીયાવાડી મારવાડી તેમજ કચ્છી અશ્વો દ્વારા કાર્યક્રમમા ભાગ લીધો હતો. ગુજરાતભરમાં હાલ ૧૮૦૦૦ થી પણ વધુ અશ્વો છે અશ્વ શોમાં શણગારેલા અશ્વ કાઠીયાવાડી વછેરો-વછેરી રેવાલ-ચાલ અશ્વ સવારી કૌશલ્ય પ્રદર્શન અને ગરો રમત જેવા વિશેષ આકષણો અશ્વપ્રેમીના દિલ જીતી લેશે.
જસદણમાં યોજાયેલા અશ્વ શોમાં જુદી જુદી નસલના અશ્વો દ્વારા કૌશલ્ય દાખવામાં આવ્યું હતું. અશ્વોના કૌશલ્ય નિહાળી ઉપસ્થિત લોકો મંત્ર મુગ્ધ બની ગયા હતા. ઉપરાંત અશ્વોના કરતબોએ લોકોના મન જીતી લીધા હતા. અશ્વો શો કાર્યક્રમ અંતર્ગત ફકત સૌરાષ્ટ્રના જ નહિ રાજયભરના અશ્વો પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાથો સાથ આવનારા સમયમાં પણ લોકો અશ્વોની નસણો અને તેના ગુણો વિશે જાણકાર થાય અને અશ્વશો જેવા અન્ય કાર્યક્રમોનું આયોજન કરી રાજય સરકાર દ્વારા લોકોમાં અશ્વોના લક્ષણો વિશે ઉજાગર કરી અશ્વોની વસ્તીમાં વધારો કરવાના પ્રયાસો કરવામાં આવશે.
અશ્ર્વ શોમાં ભાગ લેનાર પ્રતિસ્પીધો ઓને પ્રથમ, દ્વીતીય અને તૃતીય વિજેતાઓને વિવિક કેટેગરી પ્રમાણે ઇનામ વિતરણ કરવામાં આવશે. જેમાં વિજેતાઓને રોકડ ઇનામો તથા સર્ટીફીકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. તથા ભાગ લેનાર સ્પર્ધકોને મોમેન્ટો અને સર્ટીફીકેટ સાથે બિરદાવવામાં આવશે.
અશ્વ શો નીમીતે કુંવરજીભાઇ બાવળીયા સહીતના મહાનુભાવોએ પણ હાજરી આપી અશ્વોના કરતબોને નિહાળ્યા હતા. અનોખા અને અદભુત અશ્વોના કાર્યક્રમ નીમીતે અશ્વો પ્રેમી અને અશ્વના પાલકોએ ભાગ લઇ અશ્વ શો માં ચાર ચાંદ લગાવ્યા હતા. જયારે અશ્વ શો ને નિહાળવા માટે પણ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.