આધાર ફરજિયાત લિંક કરવાનો સુપ્રીમનો આદેશ છે જેની અવગણના કરી શકાશે નહીં
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ બધાંજ મોબાઈલ ધારકોએ તેના ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક કરવા ફરજીયાત બનાવ્યા છે. જેની ડેડલાઈન ૬ ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ત્યારબાદના તમામ મોબાઈલ નંબર બેકાર ડબલા બની જશે.
ઈ-કેવાયસી આધાર કાર્ડને મોબાઈલ નંબર સહિત નવા બેંક એકાઉન્ટ માટે પણ ફરજીયાત બનાવાયા છે. જો કે આ બાબતે લોકોને ઘણી વખત જાણ કરવામાં આવી ચૂકી છે. ત્યારે હવે ડેડલાઈન ૬ ફેબ્રુઆરી નકકી કરાઈ છે. એક વરિષ્ઠ વકિલ ઝોહેબ હોઐને જણાવ્યું હતું કે, સરકારે આધારને ફરજીયાત જ‚રથી બનાવ્યું છે પરંતુ જેની પાસે આધાર નથી અને તેઓ ગરીબ છે. તેમને સરકારે ભુખથી મરવા દેશે નહીં. આધાર મોબાઈલ સાથે લિંક કરવાની ડેડલાઈન સરકાર દ્વારા નક્કી કરાઈ નથી તે સુપ્રિમ દ્વારા જ નક્કી કરાયેલી હતી.
કેન્દ્રના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલના બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની આખરી તારીખને વધારીને ૩૧ માર્ચ કરવામાં આવી છે. આધાર એક ફ્રેશ પુરાવો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નવા બેંક એકાઉન્ટ માટે આધારને ફરજીયાત કરવામાં આવ્યું છે.
આધારને મોબાઈલ નંબર સહિત પાન કાર્ડ માટે પણ અનિવાર્ય બનાવાયું છે. તેથી સરકાર કરદાતાઓ પર ચાપતી નજર રાખી શકે. જો કે સરકાર આધારકાર્ડ માટેની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી જ હતી. તો આધાર રહિત લોકોને મોકો પણ અપાયો હતો. આ વર્ષથી આધાર લિંક ન કરાવેલા પાનકાર્ડ વ્યર્થ ગણવામાં આવશે.