ડેટા, વોઇસ કોલ, મેસેજ વગેરેની સેવાઓ સસ્તીનો થઇ પણ કોલ ડ્રોપ, પુર નેટ કનેકટીવીટીની સમસ્યાઓ વધી !!
હાલ, કોઇપણ ક્ષેત્રે ગળાકામ હરીફાઇઓ જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને મોબાઇલ કં૫નીઓની વાત કરીએ તો અંદરો અંદરના પ્રાઇઝવોરે માર્કેટમાં ઉથલપાથલ મચાવી દીધી છે. જેની સીધી અક્ષર મોબાઇલ અને કોલ ગુણવતા પર પડી છે.
ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઇએ વધતા જતા કોલ ડ્રોજ પર ત્રાટકવાની તૈયારી બતાવી છે. પરંતુ કોલડ્રોપ પાછળનું મુળભુત કારણ આ પ્રાઇઝવોર ગણાવી શકાય દરેક મોબાઇલ કંપની બજારમાં ટકી રહેવા અને પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા પોતાના મોબાઇલ ફોન, ડેટા, કોલ, મેસેજીગ વગેરેમાં કિંમતો તો ઘટાડી રહી છે. પરંતુ પ્રાઇઝવોરમાં ઉતરી પોતાની સેવાઓની ગુણવતા ભુલી રહી છે. એકિઝકયુટીવ અને નિષ્ણાંતોના મતાનુસાર આ બાબતે ફરી ગુણવતા લાવવા અને પરિસ્થિતિ સુધારવા ઘણી વાર લાગશે.
હાલ, ડેટા,કોલ વગેરે સેવાઓ સસ્તી થઇ છે. પરંતુ કોલ ડ્રોપ પુર ડેટા કનેકટીવીટી વગેરેની ફરીયાદો મોટી સંખ્યામાં નોંધાઇ છે. મોબાઇલ માર્કેટમાં જીઓના પ્રવેશથી અન્ય કપંનીઓને મોટો ઝટકો મળ્યો હતો. તો જીઓ સામે ટકી રહેવા હાલ દરેક કંપની સસ્તા દરે સેવાઓ આપી રહી છે. ડેટા પેકની સાથે વોઇસ કોલ, વિડીયો કોલ, મેસેજીંગ વગેરેની સેવાઓ પણ મફત આપી રહી છે. પણ આ સસ્તી સેવાઓની ગુણવતા ધટી છે.
મોબાઇલ કંપનીઓ આપતી સેવાઓ સસ્તી તો જરુર થઇ છે તેની સાથે ગુણવતા પણ સસ્તી થઇ ગઇ છે. પ્રાઇઝ વોરનો ભોગ ગ્રાહકો બની રહ્યા છે. ઓછી ઝડપ નેટ કનેકટીવીટી કોલ ડ્રોપ થઇ રહ્યા છે. તેનું કારણ કંપનીઓ વચ્ચે પ્રાઇઝ વોર છે આ અંગે ટાવર કંપની જેવી કે જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રકચરનું કહેવું છે કે મોબાઇલ કંપનીઓ અમને પુરતા ભાવો આપતી નથી ટાવર મેઇન્ટેન્સ માટે પુરતા ભાવ ન મળવાથી આ પ્રકારની સમસ્યા ઉભી થઇ છે. મોબાઇલ કંપનીઓ નીચા ભાવે સેવા આપી હરીફાઇમાં ટકી તો રહી છે પરંતુ આ સાથે તેઓ ટાવરમેઇન્ટેન્સ કરવામાં યોગ્ય રોકાણ કરતી નથી.
આ વિશે ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યું કે, કોલ ડ્રોપ માટે કંપનીઓએ કોઇ કલેરીફીકેશન કે દલીલો કરવી જોઅઇ નહી અને ગ્રાહકોને યોગ્ય અને ગુણવતા સભર સુવિધાઓ મળી રહે તે ઓપરેટરોની છે. ઉલ્લેખનીય છે કે ૩૧ ઓકટોમ્બરથી કોલ ડ્રોપની ફરીયાદો વધી ગઇ હતી જેમાં હાલ ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.