ઓખામાં આવેલ ભારતીય દુર સંચાર નિગમના અધિકારીઓની ઘોર બેદરકારીથી અહીંના બી.એસ.એન.એલ. ટાવર તથા ઓફિસની દુર્દશા બેઠી છે. અહીં છેલ્લા ઘણા સમયથી મુખ્ય કચેરી ખંડિત બનતા વૈકલ્પિક જગ્યા પર ઓફિસનું સંચાલન કરવામાં આવે છે. અને અહીં પણ મુખ્ય અધિકારી નિમાયેલ ન હોવાથી લાઈન મેનો અને પટાવાળા ભરોસે કામ ચલાવવામાં આવે છે અને તે પણ હંમેશા ઘરે હાજર રહે છે.
અહીં દાયકા જુનો ટાવરમાં જંગ લાગી ગયો છે અને આ ટાવરના પાયઓ પણ ખંડિત થયેલા જોવા મળે છે. કયારે પડે તે નકકી નથી, મોટી જાની હાનીનો ભય રહે છે. અહીં આવેલા અસંખ્ય કવાર્ટરો પણ ખાલી રહેવાથી ભૂતિયા મહેલ બન્યા છે અને તે પણ કયારે ધરાસાઈ થાય તે નકકી નથી. છેલ્લા ૧૫ દિવસથી મોબાઈલ ટાવરો બંધ રહે છે. લેન લાઈન ફોનો ડબલા બન્યા છે. અહીં ફરિયાદ સાંભળવા વાળ પણ કોઈ નથી હવે તો ઘોર નિંદરમાં સુતેલું તંત્ર કયારે જાગે તેની ઓખા વાસીઓ રાહ જોઈ રહ્યા છે.