ગરીબોને કલ્યાણકારી યોજનાઓનો પુરતો લાભ આપવા તેમજ મની લોન્ડ્રીંગ સહિતના દુષણોનો ખાત્મો કરવા માટે સરકાર લોકોના મોબાઈલ અને આધારને લીંક કરાવવાના પ્રયાસો કરી રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમે સુનાવણી દરમિયાન કેન્દ્રને વૈધક પ્રશ્ર્ન પુછયો છે કે, શું આધાર અને મોબાઈલ લીંક ન કરનાર દરેક વ્યક્તિ આતંકવાદી છે?
હાલ સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશો સીટીઝન આઈડેન્ટીફીકેશન પ્રોગ્રામ સામે યેલી ૨૭ પીટીશનો અંગે સુનાવણી કરી રહ્યાં છે. જેમાંી એક ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડ દ્વારા કેન્દ્ર સરકારના આ પ્રોગ્રામ સામે સવાલ ઉઠાવાયો છે. ન્યાયાધીશ એ.કે.સીકરીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર આધારને દરેક એકટીવીટી સો જોડવા ઈચ્છે છે, આ મામલે સરકારે ૧૪૪ નોટિફીકેશન જાહેર કર્યા છે. કેમ તમે સેલફોનને આધાર સો જોડવા ઈચ્છો છો ? તમે દરેક વ્યક્તિને આતંકી તરીકે જુઓ છો?
આ મામલે ન્યાયદીશ ચંદ્રચુડે કહ્યું હતું કે, અમે સરકારની સમજ શક્તિ ઉપર સવાલો ની ઉઠાવી રહ્યાં પરંતુ હું ની માનતો કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સીમકાર્ડ મેળવી લેતા હોય તેવો સેટેલાઈટ ફોનનો ઉપયોગ કરે છે. જયારે કેન્દ્ર સરકાર વતી કે.કે.વેણુગોપાલે દલીલ કરી હતી કે, આધારકાર્ડ સેલફોન સો જોડવાની એટલે જ‚રીયાત છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સરળતાી સીમકાર્ડ મેળવી લે છે.
આધારને ફરજીયાતપણે કોઈ વસ્તુ સો જોડવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ઘણા સમયી ન્યાયીક લડત ચાલુ છે. સુપ્રીમ કોર્ટમાં દેશના સંરક્ષણ અને લોકોની સુખાકારી માટે આધારનું લીંકઅપ જ‚રી હોવાની દલીલ કેન્દ્ર સરકાર કરી રહી છે. અલબત ઘણા લોકો આ મુદ્દે વિરોધ કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. ત્યારે સરકાર કયા લોજીક ઉપર દરેક વ્યક્તિનો સેલફોન આધાર સો લીંકઅપ કરવાની પેરવી કરી રહી છે તે મુદ્દે પ્રશ્ર્ન ઉઠી રહ્યાં છે.
ડિજિટલ મીડિયાને લઇ સરકાર હરકતમાં
ડિજીટલ મીડિયાના વ્યાપ અને વિશ્ર્વસનીયતાને લઈ સરકાર ગંભીર બની છે. સરકાર ઓનલાઈન મીડિયા અને ન્યુઝ પોર્ટલને નિયંત્રીત કરવા માટે તખ્તો ઘડી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ મુદ્દે કેટલીક પોલીસી ઘડી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સરકારે ફેક ન્યૂઝ અંગે ધારા-ધોરણો ઘડી કાઢયા હતા. પરંતુ ઠેર-ઠેરી આ મુદ્દે મીડિયાને દબાવવા સરકારનો પ્રયાસ હોવાની દલીલ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. જેી સરકારે તાત્કાલીક આ મુદ્દે એક ડગલુ પાછળ લેવાની ફરજ પડી હતી. જો કે, સરકાર ડિજીટલ મીડિયાને લઈ હરકતમાં આવી ગઈ છે અને નવા નિયમો ઘડવાની તૈયારી કરી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની આ મુદ્દે અધિકારીઓ સો ચર્ચા કરી રહ્યાં છે.
ક્રિપ્ટોકરન્સી ઉપર રિઝર્વ બેન્કનો પ્રતિબંધ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘણા સમયી ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મુકવા અંગે ગડમલ અનુભવતી હતી. વિશ્ર્વના અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સી ગેરકાયદે છે જેના રસ્તે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ચાલવા લાગી છે અને ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધીત કરી દીધી છે. અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સી કાયદેસર નહોતી પરંતુ સરકારે તેને ગેરકાયદે પણ જાહેર નહોતી કરી પરંતુ હવે રિઝર્વ બેન્કે આ અંગે નિર્ણાયક પગલુ ભર્યું છે અને ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકી દીધો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોને આ મુદ્દે ૩ મહિનાનું અલ્ટીમેટમ આપી દીધું છે.