ચાય પે ચર્ચા કાર્યક્રમમાં જાણીતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠકકર અને બીડીએસ ડો. કૃપા ઠકકરે કાન અને દાતનાં રોગો વિશે આપી વિસ્તૃત માહિતી
શહેરનાં જાણીતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠકકર અને બીડીએસ ડો. કૃપા ઠકકરે ‘અબતક’ના ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લઇને કાન અને દાંતના રોગોની વિસ્તૃત માહીતી સાથે સારવાર વિશે સમજણ આપી હતી. ઉપરાંત તેઓએ મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી માનવ શરીરને થતા નુકશાન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
આજના સમયમાં મોબાઇલ ફોનની અસરો શું છે?
મોબાઇલની વાત કરીએ તો ઉપયોગ જેટલો વધારે છે અને વધારે પડતી ઉપયોગ કરવાથી એટલી જ આડઅસર થતી હોય છે ધારો કે સતત ૮ થી ૧૦ કલાક સતત લોકો ફોન ઉપર વાત કરતા હોય છે તો તેના રેડીયો ફિકવશીથી કાનને નુકશાન થતું હોય છે. નાની ઉમરમાં બહેરાશ આવવાનું પ્રમાણ ઘણું વધતું જાય છે. બીજું કે ધારો કે મોબાઇલના ઉપયોગથી કામ કરતા હોય ત્યારે લોકોનું ઘ્યાન વધુ મોબાઇલમાં રહે છે. તેથી લોકોનું ફોકસ બદલાયા રાખે છે બીજું કે લોકો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા હોય છે તે અત્યંત હાનિકારક હોય છે. અને તેનાથી એકિસડન્ટ પણ થઇ શકે છે. ફોન કાનની અંદર હોય અને પાછળથી કોઇ હોર્ન વગાડે તો ઇયરફોન પહેરીયો હોય તો તેમને સંભળાય નહી અને એકિસડન્ટ થવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. નાના બાળકોમાં પણ મોબાઇલનો ક્રેઝ વધતો જાય છે જે નુકશાનકારક છે. ગેમ રમવી જે પણ ખુબ નુકશાન કરે છે. તો મોબાઇલ નો ઉપયોગ કરવો જોઇએ જે આધુનિક સમયમાં જરુરી છે. પણ દુરઉપયોગ ન કરવો જોઇએ. જેથી આડઅસરો અટકાવી શકાય.
મોબાઇલથી એકાગ્રતાનો ભંગ થાય છે ?
વ્યકિતની માનસીક સ્થિતિ એવી હોય છે કે એક સમયે એક કામ કરે તો એકાગ્રતા વધારે જળવાતી હોય છે. આજે વ્યકિત એક જ સમયે એક કરતા વધારે કામ કરવા જાય તો એમાં એકાગ્રતા રહેતી નથી. તેથી રિઝલ્ટ ઘટે છે. તો મોબાઇલ સાથે કામ કરવાની ઘણી આદત હોય છે. ઘણી વખત મોબાઇલની એપ ચાલુ હોય અને આપણે કામ કરતા હોઇએ તેથી મગજનું જે ફોકશ હોય તે ઘટે તેથી કાર્યક્ષમતા જે છે તે ઘટતી જાય છે. તેથી ખાસ કરીને યુવાનો કે જે ભણતર સાથે સંકળાયેલા છે તે લોકોએ તો ખાસ કરીને એક સમયે એક જ કામ કરવું જોઇએ અને મોબાઇલ તે સમયે બાજુમાં પણ નહોવો જોઇએ.
રેડીએશન્સ માનવ શરીર માટે હાનિકારક ?
રેડીયો ફિકવશી મોબાઇલમાંથી જ આવતા હોય છે અને લાંબાગાળે નુકશાનકારક હોય છે ઘણી વાર આપણે સતત બે થી ત્રણ કલાક ફોન વાપરીયો હોય ત્યારે કાનની આજુબાજુનો ભાગ ગરમી પકડી જાય. સ્વભાવમાં ચીડીયાપણુ આવવું ગુસ્સો આવવો આ બધી વસ્તુઓ વધતી જાતી હોય છે. તેથી તે નુકશાનકારક છે.
વડિલો ટીવીની જેમ મોબાઇલને પણ ઇડિયટ બોકસ માને છે તે યોગ્ય છે ?
અત્યાર ટેકનોલોજીના વિકાસ થઇ રહ્યો છે. પરંતુ આપણે તેનો યોગ્ય ઉપયોગ નથી કરતા. જયાં જરુર છે તેથી સિવાય તેનો ઉપયોગ થાય છે તેથી તે હાનિકારક બન છે. પરંતુ તેના ફાયદા પણ એટલા જ છે અને આપણા સમયે વિઘાર્થીજીવનમાં કોઇ પ્રશ્ર્નના જવાબ માટે સહની રાહ જોવી પડતી હતી પરંતુ આજના બાળકો ગુગલ પરથી તેમના પ્રશ્ર્નોના જવાબ જાતે જ ગોતી લેતા હોય છે. અને ઘણી બધી ભણતર માટેની એપ્લિકેશન આવી રહી છે કે છોકરાવોને ઘરે બેટા બેઠા કોચીંગ કલાસ મળે છે. બોમ્બેમાં બેઠેલા શિક્ષક આજે આસામમાં બેઠેલા વિઘાર્થીને મોબાઇલ એપથી ભણાવી શકે છે. તો તેના ફાયદાઓ પણ ઘણા છે. પરંતુ સોશિયલ મિડીયાનાં સ્ટ્રેસના કારણે તેઓ એકાગ્રતા ગુમાવી બેસે છે.
મોબાઇલથી કાનને કેટલું નુકશાન?
આપણે વાત કરીએ તો કાનના ત્રણ ભાગ હોય છે બહારનું મઘ્યકર્ણ અને અંત:કર્ણ વધારે પડતું નુકશાન અંત:કર્ણને થતું હોય છે.
જયારે સંવેદનશીલતા સાંભળવાની ઘટતી જતી હોય છે. ત્યારે બહેરાશ કે જે ૬૫- ૭૦ વર્ષઆવતી તે બહેરાશ આજે યુવાનોમાં ૩પ થી ૪૦ વર્ષ જોવા મળે છે. અને તેનું મૂળભૂત કારણ ઘણી વખત વર્ષાગત તેમજ તે ઉપરાંત વધુ પડતો મોટા અવાજ તથા મોબાઇલ વિવિધ વસ્તુઓ લાંબાગાળે નુકશાન કરતા તો છે જ અને હા ફાયદા પણ છે જો તેના સમજી વિચારીને વપરાશ કરવામાં આવે તો અને વધારે ઉપયોગ કરીએ તો એ નુકશાનકર્તા છે.
કામાં કયાં – કયાં રોગો થવાની શકયતા રહેતી હોય છે ?
કાનના રોગોમાં કાનમાંથી રસી આવવા દુર્ગધ મારતી રસી આવી અને રસીને લીધે બહેરાશનું પ્રમાણ ઘણું વધી જતું હોય છે. આ બધા રોગોનું જો નાનપણથી ઘ્યાન રાખવામાં આવે તો અટકાવી શકાય કાન મગજની એકદમ નજીકનો ભાગ કહેવાય અને કાનની અંદરનું ઇન્ફેકશન જો અવગણવામાં આવે તો એ મગજ સુધી પણ પહોંચી શકે કાનમાં તમરા બોલવા, રસી આવવા કાનનો સડો, કાનના પડદાના કાણા આ બધી તકલીફોનું કારણ સમયસર સારવાર ન લેવી હોય શકે. અને જો તેમને અટકાવવાની વાત કરીએ તો કાનમાં પાણી ન જવું જોઇએ. ન્હાતી વખતે કે સ્વીમીંગ કરતી વખતે ઇયર પ્લગ કે જલફ આવે છે. તેનો ઉપયોગ કરવો જોઇએ. ઘણી વખત આપણે પીન કે ચાવીથી કાન ખોતરતા હોઇએ છીએ તો એ પણ બધુ નુકશાન કારક છે. તેનાથી કાનને પણ નુશાન થઇ શકે તો આ બધી બાબતોનું ઘ્યાન ખુબ જ રાખવું કારણ કે કાન ખુ બ જ સંવેદનશીલ છે.
બહેરાશ કેટલા પ્રકાશની હોય છે ?
બે જાતની બહેરાશ હોય છે. કેન્ડેકટવી ડેફનેન્શ અને સેન્સિટીવ ડયુરન્શ અને આ ખાસ કરીને લાઉડ મ્યુઝીક સાંભળવાથી થતી હોય છે. અને ઉમરને લીધે આવતી બહેરાશ એ કુદરતી છે અને ક્ધડેકટવી ડેફનેન્શ એટલે જે આપણા સાઉન્ડ કંડકશનમાં નુકશાન કરે અને હવે ખાસ કરીને કાનની હાડકી જે હોય તેને લગતી બહેરાશ હોય છે કાનના પડદામાં કાણુ પડવાથી કાનમાં રસી થવાથી અને કાનમાં શરદી જામી જવાથી તે બહેરાશ આવતી હોય છે.
રોગથી બચવા શું તકેદારી રાખવી જોઇએ ?
રોગ ન થાય તે માટે ખાસ કરીને નાના બાળકો માટે શરદીની સમસ્યા અવગણવી ન જોઇએ. કાનમાં રસી આવતા હોય તો તરત ડોકટરને બતાવવું જોઇએ. પાણી કે કોઇપણ ટીપા કાનમાં અણધાર્યા ન જાવા જોઇએ જરુર હોય તો ડોકટરને બતાવીને નાવાઅ જોઇએ. ઘણીવાર કેવું થાય કે મેલ ના હોય છતાંપણ મેલના ટીપા કાનમાં જાય તો એ નુકશાનકારક છે એટલે ડોકટરને બતાવીને જે આગળ સારવાર કરી શકાય અને થઇ ગયેલા રોગોનું સમયસર નિદાન કરવું જોઇએ અને જો કોઇને લાંબા સમયથી રસી આવતા હોય અને બહેરાશ છે તો ઘરગથ્થુ ઉપચારને બદલે લોકોને ડોકટરને બતાવીને સારવાર કરવી જોઇએ. આપણા સમાજમાં કાનની બહેરાશ માટે લધુતાગ્રંથી છે મશીન પહેરવું પડે તો તરત જ ના પાડશે આપણે જો વ્યવસ્થિત જોવું હોય તો ચશ્મા પહેરવા પડે તેમ બહેરાશ માટે ડોકટર કહે છે કે મશીનની જરુર છે.
તો ખાસ પહેરવું જોઇએ. અમુક બહેરાશથી વધારે હોય ત્યારે મશીન જરુરી બને છે. તો મશીન ખાસ પહેરવું જોઇએ. તેનાથી શરમ ના રાખવી જોઇએ. અને અત્યારે મશીન પણ એટલા સરસ આવી ગયા છે કે કાનની અંદર સુધી પહેરી શકાય અને બહાર પણ ના દેખાય
દાંતની કેવી કેવી સમસ્યા હોય છે?
દાંત આપણા શરીરનો દ્વાર છે. આપણે શરીરમાં કંઇક અંદર નાખવું છે તો તેના વગર શકય નથી અને તેને કુદરતી સુંદરતા પણ કહી શકાય રોજબરોજની સમસ્યાઓ વિશે કહીએ તો સેન્સીટીવીટીની સમસ્યા, દાંતમા સડો થવો, દુખાવાની સમસ્યા થતી હોય છે. પેઢા નબળા પડી જાય તો પાયોરીયાની સમસ્યા રહેતી હોય છે અને લોકોના દાંત પડી જાય પછી તે યોગ્ય સારવાર નથી કરતા જેથી તેઓને જમવામાં પણ
સમસ્યા થતી હોય છે અને નાના બાળકોમાં દુધિયા દાંતની આવવાની ઉમર એક થી દોઢ વર્ષ થાય છે અને બાળકો અને તેમના પેરેન્ટસ એટલા સજાગ નથી હોતા કે યોગ્ય સારવાર કરે અને નાની ઉમંરે બોટલ અને ચોકલેટ ખાવાની સમસ્યાઓ હોય છે. તેથી બધા જ દુધિયા દાંત સડી જતાં હોય છે અન કાયમના દાંત આવવાની ઉમર છ વર્ષની હોય છે અને તે જ દાંત ઘણી વાર નાની ઉંમરમાં સડી જતા હોય છે અને તેનાથી જમવામાં મુશ્કેલી થતી હોય છે.
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે?
જો દાંત સીડ ગયો તો આપણે સારવારથી બચાવી શકીએ અને ઘણાખરા કિસ્સામાં દાંત તૂટી જતો હોય છે. તથા પાયોરીયાના લીધે નબળો થઇ ગયો છે તો તે દાંતને આપણે કાઢી નાખવો પડે છે તો જયારે વ્યકિત દાંત ફીટ ન કરે ત્યારે સમસ્યા થતી હોય છે દાંત ઇમ્પ્લાન્ટ એટલા માટે ફીટ કરવામાં આવે છે કે પડી ગયેલા દાંતની જગ્યાએ સ્ક્રુ ફીટ કરીને નવો દાંત મળી જતો હોય છે તેથી આજુબાજુના દાંતને કોઇ નુકશાન થતું નથી હોતું અને હાડકુ ઓગળવાની પ્રોસેસ પણ બંધ થઇ જાય છે.
વાંકાચૂકા દાંતની સારવાર કેવી રીતે થાય છે ?
વાંકાચૂકા દાંત થાય છે કેવી રીતે તે જાણવું વધારે જરુરી છે. ખોરાકના ટાયપ બદલાય ગયા અત્યારે લીલા શાકભાજી, ફ્રુટ જડબાને કસરત મળે તેવા ખોરાક લોકો લેતા ન નથી અને તેઓ બર્ગર, ચીઝ એવું વધારે ખાતા હોય છે તો તે નુકશાન કરે છે અને ડાપણની દાઢ ઉગવાની ઉમર ૧૭ વર્ષની હોય છે પરંતુ તેની પ્રોસેસ પહેલા ચાલુ જઇ ગઇ હોય છે. અને દાંતને પ્રેસર આવતું હોવાથી આજુબાજુના દાંત વાંકાચુકા થઇ જાતા હોય છે. આવ્યા હોય ત્યારે દાંત સરખા હોય અને પછી વાંકાચુકા થઇ ગયા હોય એવી દર્દીની ફરીયાદ હોય છે તો તેનું કારણ એ હોય છે કે જડબાનો વિકાસ થયો ન હોય અને બાકીના જે દાંત આવે તેના પ્રેસરરને કારણે આગળના દાંત વાંકાચુકા થતા હોય છે.
દાંતના રક્ષણ માટે બ્રશીંગ ટેકનીક કેટલી મહત્વની છે ?
બ્રશીંગ ટેકનીક પણ એટલી જરુરી છે. કયારે બ્રશ કરવું એ પણ એટલું જરુરી છે. આપણા દેશમાં સામાન્ય રીતે બે વાર બ્રશ કરવાની આદત ખુબ ઓછા લોકોને હોય છે. જેટલું બ્રશ સવારમાં કરવું જરુરી છે. એવી પણ વધારે બ્રશ રાત્રે કરવું જરુરી છે. કારણ કે આપણે ફુડ લીધા પછી તરત જ સુઇ જતા હોય છીએ. એના લીધે જ ખોરાક આપણા દાંતમાં ફસાયેલો રહે છે. એના લીધે ઘણી સમસ્યાઓ ઉભી થતી હોય છે. એટલે સવારે અને રાત્રે બે વાર બ્રશ કરવું, સોફટ બ્રશ વાપરવું દર ત્રણ મહીને બ્રશ બદલી નાખવું અને ઘણા લોકોને દંતમંજન ઉપયોગ કરવાની આદત હોય છે. ઘણા પેશન્ટ અમારી આવે તે કહે છે કે મેડમ દંતમંજન વાપરીએ છીએ પરંતુ એનાથી દાંતનું ઉપરનું પડ ઘસતું હોય છે. તેેથી આઇડીયલી દંતમંજન કે એવું કાંઇ દાંત માટે ઉપયોગ ન કરવું જોઇએ. તમને કંવારાનો પ્રશ્ર્ન હોય તો કંવારાને લગતી ટુથપેસ્ટ વાપરી શકાય. નોર્મલ હોય તો નોર્મલ ટુથપેસ્ટ મળે છે તે વાપરી શકાય તમને કોઇ તકલીફ નથી એ ટુથપેસ્ટ તમે વાપરો તો તમારા દાંતને નુકશાન થઇ શકે છે.
દાંતની સફાઇ માટે કેવી પેસ્ટ ઉપયોગ કરવી જોઇએ
બેઝીક વસ્તુએ રીતે છે કે દાંતમાં કંવારો ન હોય તો સેન્સોડાયન ટુંકમાં સેન્સીવીટી વાળી પ્રોડકટ વાપરો તો એ તમારા માટે બરાબર નથી જે વસ્તુ માટે તમારા દાંતમાં જો કોઇ પ્રોબ્લેમ હોય તો ડેન્ટીકટ તમને પ્રીસડાઇબ કરે એ ટાઇપની વાપરવી નહીંતર આમ બધી સારી આવતી હોય છે. પરંતુ તેમાં ખાસ કરીને જો કોઇ પ્રોબ્લેમ ન હોય તો જે સ્ટાન્ડર્ડ તમે વાપરતા હોય તે જ પેસ વાપરવી સ્ટાન્ડર્ડ તમે વાપરતા હોય તે જ પેસ વાપરવી જોઇએ. ઘણી વખત લોકો સાઇનીંગ માટે અલગ વાપરતા હોય છે. એવું સામાન્ય રીતે કંઇ હોતું નથી. સાઇનીંગવાળી ટુથપેસ્ટ ઘણા હાઇરેડટ મેડીકલ સ્ટોરમાંથી લઇ લેતા હોય છે. તેના પાર્ટીકલ્સ ખુબ જ હાર્ડ હોય છે તે થોડાક સમય માટે સાઇનીંગ આપી છે પરંતુ તેનાથતી ઇનેમલ લેપર છે. દાંતનું એ તુટી જતું હોય છે. અને લાંબા સમયે તેનાથી સેન્સીટીવીટીના પ્રોબ્લેમ થાય છે. લોકોને એમ થાય છે કે રીઝલ્ટ તરત મળી ગયું પરંતુ કોઇ પ્રીસ્ક્રીપ્સન વગર સાઇનીંગની કોઇ પેસ ના વપરાય.
અત્યારે તો ટુથપેસ્ટમાં ઘણું માર્કેટીંગ થઇ રહ્યું છે. દરરોજ નવું કંઇક આપવું પહેલા એવું હતું કે મીઠા વાળી આવતી, પછી વચ્ચે જેલવાળી આવતી, જયારે આપણે નાના હતા ત્યારે દુકાનમાં જઇને એ જ વાત કરતા હતા કે કોલગેટ આપો. આપણે ટુથપેસ્ટને પણ કોલગેટ કહેતા હતા. કોલગેટે શરુઆતમાં વ્હાઇટ ક્રીમની પેસ શરુ કરી. પછી થોડું જેલ બેઝ વાળુ લઇ આવ્યા તેઓ અલગ અલગ રીતે પેસ્ટનું માર્કેટીંગ કરે છે. પરંતુ તેમ અલગ અલગ ટુથપેસ્ટથી દાંતને કોઇ મોટા ફાયદા થઇ નથી જતાં.
લોકો સોનાના દાંત તેમજ ડાયમંડ બેસાડતા હોય છે તે કેટલા અંશે યોગ્ય છે ?
સોનાના દાંતનો એક જમાનો હતો ઘણા સમય પહેલા હવે તો સોનાના દાંત માર્કેટમાંથી ઓછા થઇ ગયા છે. હવે ડાયમંડ અત્યારના નવા ટ્રેન્ડમાં છે. એટલે યુવાનો છે અત્યારના એ લોકો માટે સ્માઇલ ખુબ જ મહત્વની વસ્તુ છે. અત્યારે તો ફોટો પાડે તો દાંતનું જે વીઝન આવે છે તો ડાયમંડ આવે તો ફોટોની વેલ્યુ વધી જાય છે અને હવે તો કલરફુલ ડાયમંડ આવે છે અલગ અલગ આકારના ડાયમંડ આવે છે તેનાથી આખી ફોટોગ્રાફી બદલી જતી હોય છે. તે ડેન્ટલ જવેલરી તરીકે ઓળખાય છે. ઘણી વાર લગ્નવાળા કોઇ દદી આવતા હોય કે નજીકના સમયમાં તેના લગ્ન હોય તો તે ડાયમંડ ફીટ કરાવતા હોય છે તેનાથી કોઇ નુકશાન નથી એ ડેન્ટલ જવેલરી તરીકે ઉપયોગ થાય છે.
બાળકોના દાંત પડી જવા પાછળ શું કારણ હોય છે ?
ઘણી વારત એવું થાય કે જવુએનલ ડાયાબીટીસ હોય છે નાની ઉમરમાં ડાયાબીટીસ હોય છે ડાયાબીટીસને પાયોરીયા સાથે સીધો સંબંધ છે. ડાયાબીટીસ દર્દીને ડેન્ટલ પાર્યોરીયાની વધારી પડતી તકલીફ હોય છે ઘણી વાર અમે પાયોરીયાના દર્દીને ડાયાબીટીસના રીપોર્ટ કરાવવાનું કહીએ તો ડાયાબીટીસ પોઝીટીવી આવતું હોય છે એટલે નાના બાળકોને ડાયાબીટીસ થાય તેને જુવે.લનાઇન ડાયાબીટીસ કહેવાય અને એવા ઘણા કેશ અમે જોયા છે. કે તેવા દર્દીને તેના દાંત એની જાતે જ પડી જતા હોય છે.
સ્વીટ ખાવાથી કે ઘીનું પ્રમાણ ખોરાકમાં વધુ હોવાથી દાંત પડી જતા હોય છે?
આપણે ખોરાક લઇએ છીએ અમુક ભાગ ખોરાકનો આપણા દાંત પર પડયો રહ્યો એ પડેલો ખોરાકને આપણે હટાવતા નથી. બ્રશ નથી કરતા એ ફ્રુડ લીધા પછી આપણે થોડીવાર બે કલાક સુધી બીજુ ફુડ લઇને છીએ એ પડેલા ખોરાકને લીધે થોડા ઘણા બેકટેરીયા થઇ ગયા. બીજુ ફુડ મળી ગયું એ બેકટેરીયા દાંતની જગ્યા પર પડી અને જે જગ્યાએ દાંતને સડવાની શરુઆત કરી દેશે. દાંતની સડવાની શરુઆત થઇ ગઇ એટલે બેકટીરીયાને ત્યાં હોવાનું ઘર મળી ગયું પછી આપણે બે કલાક પછી બીજું ફ્રુડ લેવાના છીએ. જો વધારે પડતું મીઠું ફુડ લીધું તો બેકટેરીયા ખુશ થઇ જાય તો વધારે ને વધારે વિકાસ કરે એટલે એ દાંતને સડવાની પ્રોસેસ વધતી જાય છે અને અંતે એ દાંત સડી જાય છે અને દાંતના દુ:ખાવા પર ઉભો રહી જાય છે.