- આયાતી મોબાઈલ કમ્પોનન્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરાયો
- આ નિર્ણયથી ભારતમાં બનેલા મોબાઈલ પાર્ટ્સના સોર્સિંગનો ખર્ચ ઓછો થશે
બજેટ 2024
મોદી સરકારે બજેટ 2024 પહેલા સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સરકારે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે આયાતી મોબાઈલ કમ્પોનન્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ભારતમાં બનેલા મોબાઈલ પાર્ટ્સના સોર્સિંગનો ખર્ચ ઓછો થશે, જેનો ફાયદો ગ્રાહકોને થશે.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ડિવાઈસ પર ઈમ્પોર્ટ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. ભારતમાં બનેલા મોટાભાગના મોબાઈલના ઘટકો બહારથી આયાત કરવામાં આવે છે. સરકાર આના પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવે છે, જેના કારણે તેની કિંમત વધે છે. હવે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે આગામી સમયમાં મોબાઈલના ભાવમાં પણ ઘટાડો થવાની આશા છે.