બાંગ્લાદેશે રોહિગ્યા શરણાર્થીઓને મોબાઇલ ફોન કનેક્શન ન વેચવા ટેલિકોમ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી દીધી છે. રોહિગ્યા શરણાર્થીઓ ઉપર મોબાઇલ ફોન પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નવેસરના નિયંત્રણો માટે સુરક્ષા કારણોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં ચાર મોબાઇલ ફોન કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, રોહિગ્યા શરણાર્થીઓને ફોન આપવાની સ્થિતિમાં જંગી દંડ કરવામાં આવશે. બાંગ્લાદેશમાં ૪૩૦૦૦૦ શરણાર્થીઓ પહોંચી ગયા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, થોડાક સમય સુધી રોહિગ્યા લોકો સિમ કાર્ડની પણ ખરીદી કરી શકશે નહીં. ટેલિકોમ મંત્રાલયમાં રહેલા એક અધિકારીનું કહેવું છે કે, મુસ્લિમ લઘુમતિઓ ઉપર દૂર સંચાર પ્રતિબંધ લાગૂ કરવાનો નિર્ણય સુરક્ષાના કારણોને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશે પહેલાથી જ તેના પોતાના નાગરિકો જે એવા છે જે સત્તાવાર ઓળખ ધરાવતા નથી તેમને પણ સિમ કાર્ડ નહીં વેચવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશમાં ત્રાસવાદીઓ રોહિગ્યા શરણાર્થીઓની મદદ લઇ શકે છે તેવી દહેશત રહેલી છે. મોટી સંખ્યામાં રોહિગ્યા શરણાર્થીઓ મ્યાનમારથી બાંગ્લાદેશમાં પહોંચ્યા છે. નામ જાહેર નહીં કરવાની શરતે બાંગ્લાદેશ સરકારના મંત્રીઓએ કહ્યું છે કે, એક વખતે બાયોમેટ્રિક ઓળખ પત્રો જારી કરી દેવામાં આવ્યા બાદ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવશે. નવા નિયંત્રણો સાનુકુળ સ્થિતિ સર્જવાના હેતુસર લાગૂ કરવામાં આવ્યા છે. હાલમાં ૫૧૦૦ ચેક પોઇન્ટ ખાતે ઘણાલોકોને રોકી દેવામાં આવ્યા છે. આ લોકોને તેમના સંબંધિત રાહત કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. રોહિગ્યા શરણાર્થીઓનો મુદ્દો ભારતમાં પણ હાલ ચર્ચા હેઠળ છે અને આનો વિરોધ થઇ રહ્યો છે.
Trending
- 30 વર્ષ પછી કારતક પૂર્ણિમાએ ગજકેસરી યોગનો દુર્લભ સંયોગ, ખુલશે આ 5 રાશિઓનું ભાગ્ય
- ગુરુ નાનક જયંતિ 2024 : જાણો તેમના કેટલાક ઉપદેશો વિશે
- કાર્તિકી પૂર્ણિમા : હિન્દુઓ, જૈનો, શીખો તમામનું પર્વ
- આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ગીઝર ફાટી શકે છે….!
- કાર્તિકી પૂર્ણિમાથી શનિને વિશેષ દરજ્જો: દરેક રાશિને કરશે અસર
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્રથી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન