વિશ્ર્વ શ્રવણશકિત દિવસ
આપણા દેશમાં દર હજારે ૯૧ બાળકો બહેરાશની સમસ્યાથી પિડાય છે અવાજનું પ્રદુષણ આપણી સૌથી મુશ્કેલી છે
મહામુલ શ્રવણશકિતની અગત્યતા અને મહત્વ માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ૩જી માર્ચે વિશ્ર્વ શ્રવણ શકિત દિવસ ઉજવે છે.
આ દિવસની જનજાગૃતિ માટે રાજકોટના કાન-નાક-ગળાના જાણીતા તબીબ હિમાંશુ ઠકકરે અબતક સાથેની મુલાકાતમાં જણાવેલ કે મોબાઈલનો અતિરેક ઉપયોગ પણ નાની ઉંમરમાં બહેરાશ નોતરે છે. આ ઉપરાંત ઘણી દવાઓ જેવી કે મેલેરીયામાં વપરાતી કિવનાઈન તથા ઘોંઘાટ અને લાઉડ મ્યુઝિક તથા કારખાનામાં મશીનનો મોટો અવાજ વિગેરે બહેરાશ આવવાના મુખ્ય કારણો છે. આ બાબતે જાગૃત રહેવું.૨૦૦૭માં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પહેલી ઈવેન્ટ યોજીને સમગ્ર વિશ્ર્વની પ્રજાને આ બાબતે જાગૃત કર્યા હતા. ઘણીવાર જન્મજાત બહેરાશ, નાના બાળકોમાં વારંવાર થતી શરદી પણ બહેરાશ ઉત્પન કરે છે. કાનના રોગો જેવાકે પડદાના, કાનના રસી, હાડકીનો સોજા, નસની બહેરાશ વિગેરેની જો અવગણના કરાય તો મુશ્કેલી ઉભી થઈ શકે છે આ માટે આપણે તાત્કાલીક સારવાર કરવી જરૂરી છે.બહેરાશને કારણે અકસ્માત થવાના ચાન્સ વધી જાય તો બાળકો ભણતરમાં પાછળ રહી જાય છે. ડો. હિમાંશુ ઠકકરે આવતા વિશ્ર્વ શ્રવણશકિત દિવસે તેને સાચવવા તથા મુશ્કેલી જણાય તો સારવાર કરવા પર ભાર મૂકયો હતો.આજે સમગ્ર દેશમાં ભારતમાં ગુજરાત બીજા રાજય છે. જયાં કોકીલયર ઈમ્પ્લિન્ટ જેવી સારવારથી વાચા કે સાંભળવાની ખામી વાળાની ફ્રિ ટ્રીટમેન્ટ કરાય છે.
અવાજનાં પ્રદુષણથી બહેરાશ આવી શકે
કાનમાં મેલ કાઢવા સળી-ચાવી કે ગમે તે વસ્તુ નાખીને ખોતરી ને મેલ કાઢવાથી ભયંકર નુકશાન થઈ શકે એમ છે. તો આ બાબતે જાગૃત રહેવું મોટેથી ટીવી-મ્યુઝીક સિસ્ટમનાં અવાજથી પણ બહેરાશ આવી શકે છે.