ઈન્ટરનેટની યોગ્ય સુવિધાઓ પુરી પાડવા ગ્રામજનોની માંગ

પોરબંદરના માધવપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ખાનગી કંપનીઓના ટાવરો માત્ર શોભાના ગાંઠિયાની જેમ ઉભા છે. ગ્રામજનોને યોગ્ય કવરેજ નહીં મળતા ખુબ મુશ્કેલી વેઠવી પડે છે. આ અંગે કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગણી છે. માધવપુરમાં છેલ્લા ઘણા દિવસથી ખાનગી કંપનીનું યોગ્ય કવરેજ ના મળતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ખાનગી કંપનીઓ મોટી મોટી જાહેરાતો પોતાના નેટવર્કોની કરતી હોય છે પરંતુ હાલ યોગ્ય કવરેજ ના મળતું હોવાથી લોકો સંપર્ક વિહોણા બનતા હોય છે. લોકો હાલ મોંઘા રિચાર્જ કરાવતા હોય છતાં મોબાઈલ ફોનથી સંપર્ક થતો નથી અને અનેક કામો વેડફાય છે. કોરોનાને લઈને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ હાલ માધવપુર ઘેડમાં ખાનગી કંપનીઓનું યોગ્ય કવરેજ કે ઈન્ટરનેટ ના મળતુ હોવાથી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે છે. સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હોય ત્યારે વાલીઓ મોંઘા રીચાર્જ કરાવે છે જેથી તેવોના બાળકો શિક્ષણથી વંચિત ના રહે ને તેનું ભવિષ્ય ના બગડે આ અંગે ગ્રામજનો દ્વારા અનેક રજુઆત કરવામાં આવતી હોવા છતાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ના હોવાથી લોકો ખુબ મુસીબત વેઠી રહ્યા છે. લાગતા વળગતા કર્મચારી દ્વારા આવી ખાનગી કંપની ઉપર યોગ્ય પગલા લેવાયને વહેલામાં વહેલી તકે ગ્રામજનોને પુરતુ નેટવર્ક અને ઈન્ટરનેટ સુવિધાઓ મળી રહે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.