આ વર્ષના પ્રીમાસમાં મોબાઈલ વિક્રેતાઓ ૮ કરોડ મોબાઈલ યુનિટ ભારતમાં નિકાસ કરશે. જેને સમુદ્રી જહાજ મારફતે લાવવામાં આવશે. તેઓ હજુ ચોથા કવાટર સુધીમાં ૨૬ કરોડ હેંડસેટ યુનિટો ભારતમાં લાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. ઈન્ડિયા મન્થલી મોબાઈલ માર્કેટના રીપોર્ટમાં જાણવામાં આવ્યું હતું કે, મોબાઈલ વિક્રેતાઓ ૨૦ કરોડ મોબાઈલની આયાત કરી ચૂકયા છે.
આ વર્ષે સ્માર્ટફોન માર્કેટમાં ૨૯ ટકાનો વધારો થયો છે અને તહેવારોની સીઝનોમાં મંદી હોવા છતાં ધમાકેદાર વેચાણ થયા છે. માર્કેટમાં ૨૨ ટકાનું સ્થાન મેળવી સેમસંગ નેતૃત્વ ધરાવી રહી છે તો ૧૧ ટકા હિસ્સા સાથે ગ્ઝાઓમી કંપની ચાલી રહી છે તેવું ઉધોગના વડા પ્રભુરામે જણાવ્યું હતું. જોકે ભારત પણ સસ્તા દરો સાથે રીલાયન્સ જીઓ અને લાઈફ ફોનની સુવિધાઓ આપી રહ્યું છે.
જેના કારણે આકરી સ્પર્ધા નોંધાઈ રહી છે. તેઓ મૂળ ભારતીય બ્રાન્ડોને વધુ પ્રોત્સાહન આપવા માંગે છે. જે સ્વદેશી ઉત્પાદનોની સામે દેશી ઉત્પાદનોની જંગ સાબિત થશે. આયાતકારી દેશોમાં વિશ્ર્વભરમાં ૫૨ ટકાનો હિસ્સો ધરાવે છે. જેમાં ભારત ૨૮ ટકા હેન્ડસેટ આયાત કરે છે.