મોબાઈલ ગુમ થાય તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી: તેમના ડેટા હોય છે સુરક્ષીત
હાલ ૨૧મી સદીમાં લોકો મોબાઈલનો ખુબજ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા જોવા મળે છે. તેમાં પણ સોશીયલ મીડિયાનો ઉપયોગ લોકો ખુબજ બહોળા પ્રમાણમાં કરતા હોય છે જેમાં વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામનો સમાવેશ થતો જોવા મળે છે.
વાત કરવામાં આવે વોટ્સએપ એપલીકેશનની તો લોકોને ડર રહેતો હોય છે કે, શું તેમના ચેટના ડેટા અન્ય લોકો સુધી પહોંચી જશે ? શું તેમના ડેટા મોબાઈલ ગુમ થયા બાદ સુરક્ષીત છે. ત્યારે એક વાત સ્પષ્ટપણે સામે આવી રહી છે કે, મોબાઈલ ગુમ થાય તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
કારણ કે તેમના વોટ્સએપ ડેટા ખુબજ સુરક્ષીત રહેતા હોય છે.લોકોએ પોતાના વોટ્સએપ ડેટાને સુરક્ષીત રાખવા માટે થોડા પગલાઓ લેવા પડે છે જેમાં જે કોઈ વ્યક્તિનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોય કે ખોવાઈ ગયો હોય ત્યારબાદ તે વ્યક્તિએ તેમના સીમકાર્ડને લોક કરવું પડતું હોય છે. જેથી તેમનું વોટ્સએપ વેરીફીકેશન કર્યા વગર ખુલતુ નથી. જયારે બીજુ પગલુ એ પણ લોકો લઈ શકે કે સેઈમ નંબરનું બીજુ કાર્ડ લે જેથી વોટ્સએપ પણ ફરીથી એક્ટિવેટ થઈ શકે. કારણ કે વોટ્સએપ હંમેશા જે નંબર ઉપર રજિસ્ટર કરવામાં આવ્યો હોય તેનાથી જ ચાલુ થઈ શકે છે.
જયારે કોઈ વ્યક્તિએ નવુ સીમકાર્ડ લેવું ન હોય તો તેમને ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે કે, તેઓનો ફોન ચોરાઈ ગયો અથવા ખોવાઈ ગયો છે જેથી તેમના એકાઉન્ટને કરવામાં આવે પરંતુ આ કાર્યવાહી કરતા પહેલા જે તે વ્યક્તિએ ગુગલ ડ્રાઈવ, આઈ કલાઉડ અને વન ડ્રાઈવ ઉપર પોતાના ડેટાનું બેકઅપ લેવાનું રહેતુ હોય છે. જો આ તમામ પધ્ધતિનો ઉપયોગ જે તે વ્યક્તિ દ્વારા કરવામાં આવે કે જેમનો ફોન ખોવાઈ ગયો હોય કે ચોરાઈ ગયો હોય તો તેના વોટ્સએપ ડેટા સુરક્ષીત રહેતા હોય છે.