હેન્ડસેટ બનાવતી કંપનીઓ અને કોન્ટ્રાકટ મેન્યુફેકચર્સે ગત માસમાં મધ્ય ભાગમાં ઉત્પાદનમાં ૧૫% સુધીનો કાપ મુકયો હતો, પરંતુ ટેકસનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હોવાથી તેઓ એકાદ સપ્તાહમાં ફરી ઉત્પાદન શ‚ કરશે
હાલ જીએસટી લાગુ થયા બાદ અનેક ઉદ્યોગોને અસર થઈ રહી છે. જેનાં પગલે દિલ્હીની હેન્ડસેટ બનાવતી કંપનીઓએ તેમનું ઉત્પાદન અટકાવી દીધું હતું. પરંતુ હવે તેઓ મેન્યુફેકચર વધારવા ફરીથી સજ્જ થઈ ગયા છે. ભારત સરકારે એવું જણાવ્યું હતું કે, જુના પડેલા માલને હવે ઉત્પાદકો અને રિટેલરો પહેલાના માલ પર નવા ભાવનો સ્ટેમ્પ મારી અને સપ્ટેમ્બરનાં અંત સુધીમાં તેનું વેંચાણ કરી શકે છે. જોકે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોબાઈલ ફોનની આયાત પર ૧૦ ટકા બેઝીક કસ્ટમ ડયૂટી લાદી હતી.જીઓની ઈન્ડિયાના ડિરેકટર આલોક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આગામી કવાર્ટરમાં ઉત્પાદનમાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવશે. ફોન ખાસ કરીને યુવા પેઢીને આકર્ષતા હોય છે માટે તેમને ધ્યાનમાં રાખીને કેટલીક કંપનીઓ નવા-નવા ફોન લોન્ચ કરવા લાગ્યા છે અને સ્પર્ધા પણ વધી રહી છે. જેના કારણસર વધારે ક્ષમતાથી ઉત્પાદન શ‚ કરવું ખુબજ અનિવાર્ય છે.પ્રખ્યાત કંપનીઓ જેમ કે ઈન્ટેકસ, પેનાસોનિક અને જીઓનીના ફોનનું ઉત્પાદન કરતી ડિકસોન ટેકનોલોજિસ એક્ઝિકયુટિવના ચેરમેન સુનિલ વાચાનીએ જણાવ્યું હતું કે, ટેકસના કારણે ઉત્પાદન નિશ્ર્ચિત કરાયુ ન હતું પરંતુ ગ્રાહકોની માંગને લઈને કંપનીઓ ફરીથી ઉત્પાદનમાં તિવ્રતાથી વધારે કરશે અને જુલાઈ-ઓગસ્ટથી પૂરજોશમાં કાર્યરત થશે.કારણ કે હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાનું વજુદ બનાવી રાખવા અથાક પ્રયત્નો જ‚રી બને છે.