નેટની ઉપલબ્ધતા ઉપર કોઇ નિયંત્રણ નહીં: ટ્રાઇ
હવે મોબાઈલ ડેટા દેશ માટે વિકાસ એન્જીન બનશે. ૬ વર્ષમાં મોબાઈલ ડેટાનો ઉપયોગ ૧૧ ગણો વધશે દેશની ટેલીકોમ રેગ્યુલેટર બોડી ટ્રાયે એક ૫૫ પાનાનો દસ્તાવેજ અહેવાલ જારી કરીને જણાવ્યું છે કે ખરેખર તો મોબાઈલ ડેટા જ દેશ માટે વિકાસ એન્જીન બનશે. ટ્રાયના અહેવાલમાં ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને પણ ઉલ્લેખવામાં આવી છે.
આ સિવાય અમેરીકાની નંબર વન ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની એરિકસને પણ એક અભ્યાસાત્મક અહેવાલ જારી કરીને જણાવ્યું છે કે આગાહી કરી છે કે આગામી વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતમાં મોબાઈલ ડેટા ટ્રાફીક અત્યારે છે તેના કરતા ૧૧ ગણો વધી જશે.
હવે ટ્રાયના અહેવાલની વાત કરીએ તો ઘર આંગણે કરેલા સર્વે બાદ ટેલીકોમ રેગ્યુલેટર બોડીએ સ્પષ્ટ કરી દીધું છે કે નેટના ઉપયોગ પર કોઈ જ નિયંત્રણ ન હોવું જોઈએ કેમકે નેટ એ આ સદીનો સૌથી મોટો અને ફાયદા‚પ આવિષ્કાર છે. કેમકે અત્યારે ધન કરતા જ્ઞાન વધુ મહત્વનું છે. અને લોકો નેટ પરથી જ્ઞાન મેળવે છે તમે જુઓ ને એક વાત સમજો કે સામાન્ય માણસ પાસે પણ અત્યારે નેટ હોય છે. એટલે જ્ઞાન તેની ફિંગર ટિપ્સ પર હોય છે.