લોકડાઉનનાં પગલે કંપનીઓએ ૧૨ કરોડ ગ્રાહકોનાં પ્રિ-પેઈડ પ્લાન લંબાવી દીધા
કોરોના વચ્ચે લોકડાઉનનાં પગલે ધંધા-રોજગારો પૂર્ણત: બંધ થઈ ગયા છે ત્યારે મોબાઈલ વપરાશકર્તાઓ માટે પણ રીચાર્જને લઈ ઘણી તકલીફો ઉભી થઈ રહી છે ત્યારે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન પોતાના ગ્રાહકોને પ્લાન એન્ડીંગ સેવા સમાપ્તીની મુશ્કેલીઓ ન પડે તે માટે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયાએ પોતાના પ્રિ-પેઈડ મોબાઈલ પ્લાનની મુદતમાં ૩મે સુધી વધારો કરી દીધો છે. લોકડાઉન દરમિયાન જે લોકો પોતાનો પ્લાન રીચાર્જ કરી નથી શકતા તેે માટે કંપનીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લોકડાઉનનાં પગલે જે ગ્રાહકો રીચાર્જ કરી શકે તેમ નથી તેવા ગ્રાહકોને ધ્યાને લઈ કંપનીએ આશરે ૧૨ કરોડ ગ્રાહકોનાં પ્રિ-પેઈડ પ્લાન લંબાવી દીધા છે. આ પૂર્વે ભારતી એરટેલ, આઈડિયા-વોડાફોન દ્વારા અગાઉ પણ પ્રિ-પેઈડ ગ્રાહકો માટે ૧૭ એપ્રિલ સુધીની અવધી વધારવામાં આવી હતી જેમાં ઘણા ગ્રાહકો પોતાના પ્લાન વિવિધ માધ્યમોથી રીચાર્જ કરી શકે તેમ હતા. એરટેલના ગ્રાહકો એટીએમ, પોસ્ટ ઓફિસ, કરિયાણાની દુકાનો પરથી રીચાર્જ કરાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું પરંતુ ૩ કરોડથી વધુ ગ્રાહકો એવા હતા જે હજુ સુધી તેમના એકાઉન્ટ એકટીવેટ કરાવી શકયા ન હતા. ભારતી એરટેલનાં સંપર્ક સુત્રો દ્વારા આ મુદ્દો જાણવા મળી રહ્યો છે. ભારતમાં સરકાર ૨૫ માર્ચે પ્રથમ તબકકાનું યોગદાન ૧૪ એપ્રિલ સુધી જાહેર કર્યું હતું ત્યારબાદ તેમાં ૩ મે સુધીનો વધારો કર્યો છે. બીજી ટેલિકોમ કંપની જેવી કે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ પોતાના ગ્રાહકોને રીચાર્જ કરાવી તેઓનાં પ્લાન ફરી ચાલુ કર્યા હતા. કંપની દ્વારા જણાવ્યા મુજબ પોતાના લાખો ગ્રાહકોનાં ફોનમાં ઈન્કમીંગની સુવિધાઓ સમાપ્ત થવા છતાં પણ શરૂ રાખવામાં આવી છે. લોકડાઉન દરમિયાન કંપનીઓ પોતાના ગ્રાહકો સાથે જીવંત સંપર્ક જાળવી રાખવા માટે ૯ કરોડ ગ્રાહકો ઈન્કમીંગ સેવાઓ, પ્રિ-પેઈડ પ્લાનની અવધીમાં વધારો કરવાનું જણાવ્યું હતું જે વોડાફોન-આઈડિયાનાં માર્કેટીંગ ડાયરેકટર અવનીશ ફોસલાએ જણાવ્યું હતું.