અમૃત પ્રોજેકટ અંતર્ગત શહેરોનું નવીનિકરણ કરવાનું કાર્ય સરકારે શરુ કર્યુ છે. જેમાં કોઇપણ પ્રકારની કચાસ રહી ન જાય માટે મોબાઇલ એપ, ડ્રોન, ટેકનોલોજી અને એરિયલ સેટેલાઇટની મદદથી બાંધકામની કામગીરી પર સતત નજર રાખવામાં આવશે. જેમાં રૂ ૭૭,૬૪૦ કરોડના ખર્ચે ૫૦૦ નગરપાલિકામાં પાણીની સુવિધા, ગટરના નિકાલ અને પ્રાથમીક સુવિધાઓ માટે મથામણ કરવામાં આવી રહી છે. આ મામલે વડાપ્રધાન મોદી પણ તકેદારી લઇ રહ્યા છે.
શહેરોના પુન: નિર્માણમાટે શહેર મંત્રાલયે જણાવ્યું હતું કે મોનીટરીંગની પ્રક્રિયા આગામી બે માસમાં જ પૂર્ણ કરવામાં આવશે. સુત્રોના આધારે આ એક જ ટેકનોલોજી મિશન સ્માર્ટ સીટી માટે પણ વોચ રાખશે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી અને ઉત્તરાખંડ સરકારને કામગીરીનો સમય, સ્થિતિમાં ડ્રોન દ્વારા પાડેલા ફોટાની માંગ કરી હતી. હાલ હાઇવે વિકાસ માટેની કાર્યપ્રક્રિયા ભદ્ીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીને વધુ સુવિધા આપવા શરુ કરવામાં આવી છે.
આ પૂર્વ જયારે અમૃત મ્શિન અંતર્ગત જવાહરલાલ નહે‚ મિશન શરુ કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં સમય અને ખર્ચ ખુબ જ વધુ વપરાયો હતો. જેના કારણે આ પ્રોજેકટોનું અમલીકરણ થવામાં વધુ સમય ગયો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તારોની કામગીરી પર મોબાઇલ એપ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. માટે ગૃહ મંત્રાલય અને શહેર મંત્રાલયે કેન્દ્ર તરફથી નગર નવિનીકરણ માટે રૂ ૧૦,૦૦૦ કરોડ ફાળવવામાં આવે તે પૂર્વ તેમને રજુઆત કરવાની છે. કામગીરીમાં કોઇ પણ પ્રકારની ઢીલ રાખવામાં ન આવે માટે આ તકેદારી લેવાઇ છે.