ફલાઈટ કોચીથી કોલંબો જતી હતી ત્યારે ઘટી ઘટના
મોબાઈલથી આગ લાગતા ફલાઈટમાં ૨૦૨ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હકિકતમાં મોબાઈલની બેટરીના કારણે વિમાન મિડ એર હતુ ત્યારે આગ ભભૂકી ઉઠી હતી. દુર્ઘટનામાં બાલ બાલ બચી ગયેલા વિમાનનો ‚ટ કોચિથી કોલંબો (શ્રીલંકા) સુધીનો હતો. વિમાને ઉડાન ભર્યા બાદ એર હોસ્ટેસ મુસાફરોને ભોજન સર્વ કર્યા પછી ૭૦મી મિનિટે વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી ત્યારે મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો.
એક મુસાફરે ધૂમ્રસેર જોતા તેના મોબાઈલની બેટરી આના માર્ટ કારણભૂત જણાઈ હતી. આ વિમાનમાં ક્રૂ અને કાસ્ટ મેમ્બરો તેમજ મુસાફરો મળી કુલ ૨૦૨ મુસાફરો હતા. એર લાઈન સર્વિસે મોબાઈલ ફોન અગર તેની બેટરીની કંપની અંતર્ગત કોઈ વધુ વિગતો ખૂલાસાપૂર્વક બહાર પાડી નથી બલ્કે તપાસનો આદેશ આપ્યો છે. જે વિમાનમાં આગ લાગી તે વિમાન એર બસ કંપનીનું એ-૩૩૦-૨૦૦ મોડેલનું હતું તેમ જાણવા મળેલ છે.
મામલો શું હતો ?
સેમસંગ નોટ-૭ એન્ડરોઈડ વર્ઝનનો સ્માર્ટ ફોનની બેટરી ફાટતા વિમાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આ ફલાઈટ ઈન્ટરનેશનલ ‚ટ પર હતી. હવે ઈન્ટરનેશનલ ‚ટ પર ફલાઈટની અવધિ ઓછામાં ઓછી ૯ કલાકની તો હોય જ છે. વળી ઈન્ટરનેશનલ ‚ટની ફલાઈટો મોટાભાગે મિડનાઈટ ફલાઈટ હોય છે. જેથી આવી ઈન્ટરનેશનલ ફલાઈટમાં કોઈ દુર્ઘટના ઘટે ત્યારે બચાવ કાર્ય સમયસર શ‚ થઈ શકે કે કેમ તે ૧૦૦ મણનો સવાલ હોય છે. આ સિવાય કોઈ ફલાઈટ મિડ એર એટલે કે જમીનથી ૩૫,૦૦૦ ફુટ આશરે અઘ્ધર હોય ત્યારે આગ લાગે તો બચાવ કાર્ય નામુમકીન બનતું હોય છે.
વર્તમાન ઘટનામાં વિમાનમાં એક બેગમાં બે મોબાઈલ હતા. જેમાં લિથિઅન બેટરીમાં આગ લાગી હતી. તપાસના આદેશો છુટયા છે.