પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ યોગ કર્યા:જિલ્લામાં કુલ૨૩ સ્થળે સમૂહ યોગ નો કાર્યક્રમ

આજે વિશ્વ યોગ દિવસ ના અવસરે મોરબી શહેર-જિલ્લો યોગમય બન્યો હતો વહેલી સવારે સમગ્ર જિલ્લામાં કુલ ૨૩ સ્થળોએ યોજાયેલ સમૂહ યોગ કાર્યક્રમ માં અંદાજે સવાલાખ લોકોએ ભાગ લીધો હતો અને મોરબી જિલ્લાના મુખ્ય ઉજવણી સ્થળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિકારી,પદાધિકારીઓએ સમૂહયોગ કરી યોગ દિવસ ની ઉજવણી કરી હતી.

યુનેસ્કો દ્વારા ૨૧ જૂન ના દિવસ ને વિશ્વ યોગ દિવસ જાહેર કરતા દર વર્ષે સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરી સમૂહયોગ ના કાર્યક્રમો યોજાય છે જે અંતર્ગત આજે મોરબી શહેર જિલ્લામાં લોકોએ વિશાલ સંખ્યામાં યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.

મોરબી જિલ્લાનું યોગનું મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સમૂહયોગનાં કાર્યક્રમમાં સંસદીય સચિવ બાબુભાઇ પટેલ, કલેક્ટર આઈ.કે.પટેલ, ડી.ડીાઓ. એસ.એમ.ખટાણા, એસ.પી.જયપાલસિંહ રાઠોડ,જિલ્લા રમત ગમત અધિકારી એસ.ડી.વ્યાસ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમુહયોગ કર્યા હતા.

મોરબી જિલ્લામાં યોગની ઉજવણી અંગે રમતગમત અધિકારી એસ ડી વ્યાસે જણાવ્યું હતું કે આજે સમગ્ર જિલ્લા માં ૨૩ સ્થળે યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી રહી છે જેમાં માળીયા મિયાણા તાલુકાનાં સી.એચ.સી. કેન્દ્ર માધ્યમિક શાળા, વાંકાનેર તાલુકામાં માર્કેટ ચોક, લણસર હાઈસ્કૂલ, હળવદ તાલુકામાં દેવીપુર પ્રા.શાળા, રણજીતગઢ પ્રા.શાળા, ટંકારા તાલુકામાં ઓરપેટ ક્ધયા વિદ્યાલય, નસીતપર પ્રા.શાળા, મોરબી તાલુકામાં ખરેડા માધ્યમિક શાળા, નગરપાલિકામાં વાંકાનેર નગરપાલિકા દ્વારા અમરસિંહજી હાઈસ્કૂલ, હળવદ પાલિકા દ્વારા સરસ્વતિ શિશુ મંદિર, ઉમા સંકૂલ અને તક્ષશિલા વિધાલય, મોરબી પોલીસ પરેડ ગ્રાઉંન્ડ, એલઇ ગ્રાઉન્ડ, ઓમ પાર્ટી પ્લોટ, સ.વ.પ.ક્ધયા વિધાલ, કોમ્યુનિટી હોલ વગેરે સ્થળોએ યોગનાં કાર્યક્રમ યોજાયા હતા  તેમજ વીસી હાઈસ્કૂલ, સ.પ.વ.ક્ધયા વિધાલય, એમ.યુ.શેઠ હાઈસ્કૂ, નવયુગ વિદ્યાલયમાં સહીત ના સ્થળોએ પણ સમૂહ યોગ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે યોગ દિવસની ઉજવણીને લઇ કલેક્ટરતંત્ર અને જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા છેલ્લા ૧૫ દિવસ કરતા વધુ સમયથી સતત મીટીંગ લઇ ભારે જહેમત ઉઠાવવા માં આવી હતી પરિણામ સ્વરૂપ આજે જિલ્લામાં જુદી જુદી ૨૩ જગ્યાએ સવાલાખ લોકોએ સમુહયોગ કરી યોગ દિવસ ની અનોખી ઉજવણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.