મનરેગાના લાભાર્થીઓને વેતન વધારાનો લાભ મળતો થઈ જશે

લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની સાથે સાથે ચૂંટણીઓના માહોલ અને આદર્શ આચારસંહિતાના અમલ વચ્ચે દેશના કરોડો શ્રમજીવીઓને લાભ આપનારી મનરેગા યોજનાના લઘુતમ વેતન વધારાની દરખાસ્તના અમલને સુપ્રિમ કોર્ટે લીલીઝંડી આપી દેતા મનરેગાના લાભાર્થીઓને વેતન વધારાના લાભ મળતો થઈ જશે.

ચૂંટણી પંચે મનરેગાના લાભાર્થીઓના ભથ્થામાં વધારો કરવાની દરખાસ્તની અને વેતનની પન: સમીક્ષા કરવા માટે લીલીઝંડી આપી દેતા ૧ એપ્રીલથી આ યોજનાનો અમલ કરોડો શ્રમજીવીઓના આવક્ધો આધશર બની જશે. દેશામં ચાલી રહેલી મહાત્માગાંધી નેશનલ રૂરલ એપ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ (મનરેગા) અંતર્ગત આપવામાં આવતી રોજગારી યોજના લઘુતમ ગ્રાહક ધારા અને ખેત મજૂર લઘુતમ વેતન ધારા અંતર્ગત સંકલીત છે. જેનો નવો દર નવા નાણાંકીય વર્ષમાં ૧લી એપ્રીલથી અમલમાં આવશે.

મનરેગા યોજનાના શ્રમજીવી આ વેતન વધારાના આ અમલનો કરોડો શ્રમજીવીઓને લાભ મળશે. અલબત રાજદ્વારી નેતાઓ કે સરકારી સંસ્થાનો આની જાહેરાત અને જશ ખાટવાથી દૂર રહેશે ૧ લી એપ્રીલથી મનરેગાની વેતન વધારાની આ યોજના લાગુ કરવાનું ચૂંટણી પંચે લીલીઝંડી આપી દીધી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચલુ યોજનાઓમાં ચૂંટણીની આચાર સંહિતાના અવરોધ ન આવવું જોઈએ.

દેશભરમાં ચાલી રહેલી મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી અધિનિયમ મનરેગા યોજાનાનો દેશભરમાં અમલ થઈ રહ્યો છે. દેશના વિવિધ રાજયો સ્થાનિક ધોરણે આ યોજના અંતર્ગત અલગ અલગ વેતન આપે છે. અને તેમાં આવનારા વેતન વધારાની રકમ પણ અલગ અલગ રહેશે. કેટલાક રાજયોમાં વેતન એક સમાન રહેશે જો કે આ વર્ષે મનરેગાના લાભાર્થીઓને સરેરાશ ૫%નો વધારાનો લાભ મળે તે માટે ચૂંટણી પંચે મનરેગાના લાભાર્થીઓને વેતન વધારાની સમીક્ષા અનેતેના અમલને લીલીઝંડી આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.