ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠિયા એક-એક લાખનો ચેક મુખ્યમંત્રી સહાયતા નિધિમાં અર્પણ કરશે
કોરોનાના કહેર સામે લડવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલને ધ્યાને લઇને રાજકોટના ત્રણે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી અને લાખાભાઇ સાગઠીયાને એક એક લાખનો ચેક મુખ્યમંત્રીની સહાયતા નીધીમાં અર્પણ કરશે. તે ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની સેવાઓ ને ધ્યાને લઇને પોતાની ગ્રાન્ટમાંથી એક એક એબ્મ્યુલન્સ સિવિલ હોસ્પિટલમાં ખરીદવા માટે પંદર પંદર લાખ એમ કુલ મળીને રૂપિયા ૪૫ લાખનો અર્પણ કરશે રાજકોટની ગુંદાવાડી ખાતે ચાલતી પદ્મા કુવરબા હોસ્પિટલમાં પણ એક એમ્બ્યુલન્સ કાર ગોવિંદભાઇ તેમની ગ્રાન્ટમાંથી આપવા માટેનો પત્ર હોસિપટલનાં સુપ્રીટન્ટને અર્પણ કરશે બહારના રાજયોના મજૂરો તેમજ ગોધરા બાજુના મજૂરોને પણ છેલ્લા ત્રણ દિવસની રસ્તા ઉપર આવી ગયેલાને જરૂર મુજબ વ્યવસ્થા કરવામાં પણ સહભાગી બની રહ્યા છે.
અંતમાં ત્રણે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠીયાએ પણ દરેક નાગરિકોને અપીલ કરી છે કે દરેક નાગરિક પોતે પણ આ યજ્ઞમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને આવેલી આ આપતિ માંથી બહાર નીકળવા સહયોગ આપે.