2017માં આઝાદીની કુચ રેલી મંજુરી વિના યોજી હતી: મહેસાણા કોર્ટે દસ આરોપીને સજા અને દંડ ફટકાર્યો
ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં આસામ પોલીસે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડ કર્યા બાદ જામીન પર છુટકારો થયો ત્યાં 2017માં મંજુરી વિના આઝાદીની કુચ રેલી યોજવા અંગેના નોંધાયેલા કેસની સુનાનાવણી પુરી થતા અદાલતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને રેશમા પટેલ સહિત દસ શખ્સોને ત્રણ માસની સજા અને રૂા.1000નો દંડ ફટકાર્યો છે.
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા થોડા દિવસો પૂર્વે કરાયેલી ટિવીટર પર ધાર્મિક અને સામાજીક લાગણી દુભાય તેવી ટીપણી કરવામાં આવી હોવાથી તેની આસામના બારાપેટા પોલીસે જીજ્ઞેશ મેવાણીની પાલનપુર ખાતેથી રાતોરાત ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનો તાજેતરમાં જ જામીન પર છુટકારો કર્યો હતો. આસામ પોલીસે અન્ય એક કેસમાં ફરી તુરંત જ ધરપકડ કરી હતી.
2017માં આઝાદીની કુચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર પાસેથી જરૂરી મંજુરી લીધી ન હોવાથી મહેસાણા પોલીસે જીજ્ઞેશ મેવાણી અને રેશમા પટેલ સહિત દસની ધરપકડ કરી હતી. આ કેસની સુનાવણી પુરી થતા અદાલતે તેને તકસીરવાન ઠેરવી ત્રણ માસની સજા અને રૂા.1 હજારનો દંડ ફટકાર્યો છે.આસામના અલગ અલગ બે કેસમાં નવ દિવસનો જેલવાસ ભોગવી જામીન પર મુક્ત થયેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કાયદાકીય ગુચમાં ફસાવવાનો સીલસીલો જારી રહ્યો હોય તેમ સજા ફટકારવામાં આવી છે. જીજ્ઞેશ મેવાણી અને રેશમા પટેલ સહિત દસ આરોપીઓને ત્રણ માસની સજા અને એક હજારનો દંડ ફટકારવામાં આવતા રાજકીય ગરમાયું છે.