વિરોધ પક્ષ દ્વારા હોબાળા બાદ અન્નદ્રમક દ્વારા સામો ઘેરાવ: પોલીસે અટકાયત કરી ધારાસભ્યોને છોડયા

ચેન્નઇ

તમીલનાડુમાં સતા પર રહેલ પાર્ટી અન્નદ્રમુકના સાંસદો દ્વારા પ્રતિબંધિત ગુટખાના ખરીદ વેંચાણ કરવામાં આવ્યા હોવાની વાત સામે વિપક્ષના સાંસદો દ્વારા વિધાનસભામાં આ મુદ્દો ચર્ચાની માંગ કરવામાં આવી હતી. આ માંગ ન સંતોષાતા વિરોધ પક્ષ દ્વારા એમ કે સ્ટેલિનના નેતૃત્વમાં ‚િ૫યાની નોટો લહેરાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને સંસદની બહાર કરી દેવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ બજેટસત્રના પ્રથમ દિવસે કથિત ગુટખા ખરીદ-વેંચાણનો મામલો વિધાનસભામાં ગુંજી ઉઠયો હતો. સ્ટલિન અને અન્નદ્રુમકના અન્ય ધારાસભ્યો દ્વારા વિધાનસભા પરિસરની અંદર જ સચિવાલય તરફ જનાર રસ્તો રોકી તોફાન મચાવવામાં આવ્યું હતું. પોલીસે તમામની અટકાયત કર્યા બાદ છોડી દીધા હતા.

સ્ટલિન કથિત ગુટખા ખરીદ-વેંચાણ મુદ્દા પર અન્નદ્રુમક સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી રહ્યા હતા. તેમજ સ્ટલિન અને તેમના ધારાસભ્યોને બહાર કરવા માટે રાજયના વિવિધ વિસ્તારોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરી રહેલા અન્નાદ્રુમકના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુટખા પ્રકરણમાં અન્નાદ્રુમક માટે મુશ્કેલીઓ ત્યારે વધી ગઇ કે જયારે પનીરસેલ્વમના નેતૃત્વ વાળા ધારાસભ્યો એએસ સવર્ણને ટીવીના એક સ્ટીંગ ઓપરેશનમાં પાર્ટીના ધારાસભ્યોને ફેબ્રુઆરીમાં ખરીદવામાં આવ્યા હતા. જેના કારણે મુખ્યમંત્રી પલાની સ્વામીને વિશ્ર્વાસ મત મળ્યો હતો.

સવર્ણને ગઇકાલે તેને રદિયો આપ્યો હતો. તેમના મને વિડીયોમાં તે જ હતા જયારે અવાજ તેમનો ન હતો. વિધાનસભાના અઘ્યક્ષે આ મુદ્દે તપાસ બાદ જ ચર્ચા કરવા જણાવ્યું હતું. કારણ કે પ્પલાની સ્વામીના વિશ્ર્વાસમતને પડકારતી અરજી સુપ્રિમમાં પેન્ડીંગ છે તેમ છતાં અન્નાદ્રમક ના સભ્યો સદનમાં ઉભા રહ્યા અને આ મુદ્દા પર ચર્ચાની માંગ કરતા રહ્યા. જેના પર વિધાનસભા અઘ્યક્ષ દ્વારા અન્નાદ્રમકના તમામ સભ્યોને બહાર કરી દેવા આદેશ આપ્યો હતો. તમિલનાડુમાં ૨૩૪ સદસ્યોની વિધાનસભામાં અન્નાદ્રમકના ૮૮ ધારાસભ્યો છે. આ તમામ નારે બાજી કરતા બહાર નીકવ્યા ત્યારે સ્ટલિનના સમર્થકો પણ ત્યાં જ હતા. તેમણે ચલણી નોટો લહેરાવી હતી. ત્યાં રસ્તો રોકયા બાદ બન્ને પાર્ટીના ધારાસભ્યોની અટકાયત બાદ પોલીસે તેમને થોડીવાર પછી છુટ્ટા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.