ઠરાવ વિના વિરોધે મંજુર: ધારાસભ્યોને એક કરોડના બદલે હવે દોઢ કરોડની ગ્રાન્ટ મળશે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં ૫૦ ટકાનો વધારો જાહેર કર્યો છે. ધારાસભ્યની ગ્રાન્ટમાં વધારો કરવાનો ઠરાવ વિના વિરોધે મંજુર થતા હવેથી ધારાસભ્યોને દર વર્ષે રૂ.૧ કરોડના બદલે દોઢ કરોડની ગ્રાન્ટ મળશે.
છેલ્લા ઘણા વર્ષોથી ધારાસભ્યો દ્વારા તેઓની ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી. ગ્રાન્ટ વધારવા મુદ્દે ધારાસભ્યોએ અનેક રજુઆતો પણ કરી હતી ત્યારે આજરોજ વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ ઠરાવ વિરોધ વગર મંજુર થયો હતો. જેથી ધારાસભ્યોને દર વર્ષે મળતી રૂ.૧ કરોડની ગ્રાન્ટમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી ધારાસભ્યોને રૂ.૧ કરોડને બદલે રૂ.૧.૫૦ કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.
ધારાસભ્યોને અપાતી રૂ.૧ કરોડની ગ્રાન્ટ ઓછી પડતી હોવાની અનેક વખત રાવ કરવામાં આવી હતી. રૂ.૧ કરોડમાં જે-તે વિસ્તારના જ‚રી વિકાસ કામો થઈ શકતા ન હતા. વિકાસ કામો માટે ૧ કરોડની રકમ ઓછી પડતી હતી. જેને પગલે ધારાસભ્યોએ અવાર-નવાર ગ્રાન્ટ વધારવાની રજુઆત કરી હતી. અંતે આજે વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કરવાનો ઠરાવ વિના વિરોધે મંજુર થતા ધારાસભ્યોની ગ્રાન્ટ રૂ.દોઢ કરોડ થઈ છે.