લાઠી બાબરાના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે રાજ્યમાં પ્રાથમિક શાળામાં ૨૦૧૦ પછી ફરજપર જોડાયેલા શિક્ષકોને ૪૨૦૦રૂ નો ગ્રેડ પે આપવો જોઈએ તેવી માંગ કરેલ છે તેઓએ જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક શાળામાં તેમજ વીવિધ ગ્રેજયુંએશન જેવી ઉચ્ચ લાયકાત ધરાવે છે પણ રાજ્યમાં આવી લાયકાત ધરાવતા શિક્ષકોને પૂરતો ગ્રેડ પે નહિ મળતા અન્યાય થઈ રહ્યો છે
રાજ્ય સરકારના નાણાં વિભાગના વિવાદિત ઠરાવના અમલના કરણોસર શિક્ષકોએ ૯ વરસની નોકરી પુરી કર્યા છતાં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કે જે વર્ષોથી ૪૨૦૦રૂનો ગ્રેડ પે મળતું હતું તેને બદલે ૨૮૦૦રૂ નો ગ્રેડ પે મળી રહ્યો છે સમાજમાં શિક્ષણ થકી નિર્માણની મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષકો પ્રત્યે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય ન્યાયિક કાર્ય કરવું જોઈએ તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે