ભાવનગર લુણીધાર ટ્રેન નવી શરૂ થતાં લીલી ઝંડી આપી તેનું પ્રસ્થાન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખીજડિયા જંકશન થી કરાવ્યું અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૬/૭માં જ્યારે સાંસદ હતો ત્યારે કેન્દ્ર સરકારની રેલવે બજેટમાં બ્રોડગેજમાં રૂપાંતર કરવા મુકવામાં આવી હતી .
વર્ષ 2006/7માં સાંસદના કાર્યકાળ દરમિયાન બ્રોડગેજમ રૂપાંતર કરવા બજેટ મુકાવ્યું હતું
આજે ધારાસભ્ય તરીકે તે વખતનું સપનું પૂરું થતા ગૌરવની લાગણી અનુભવું છું તેઓએ વિશેસમાં જણાવ્યું હતું કે લુણીધાર ભાવનગર નવી ટ્રેન શરૂ થતાં સવારે અને સાંજે ભાવનગર અમરેલી જવા માટે બને જિલ્લાની જનતાને ખુબજ ઉપયોગી સાબિત થશે
ભાવનગર જવા માટે જિલ્લાની જનતા ને ટ્રેન ખુબજ ઉપયોગી થશે ધારાસભ્ય ઠુંમર..
આ તકે લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા,જીતુભાઇ વાળા, લાઠી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગોયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ વિપુલભાઈ પોકીયા ભરતભાઇ લાડોલા,ઇમરાનભાઈ સેતા, ખીજડીયા ગામના સરપંચશ્રી પૂર્વ સરપંચ શ્રી સહિત સ્થાનિક ગામના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા