લાખાભાઈ સાગઠીયાનું બે લાખ બાસઠ હજારથી વધુનું અનુદાન
સેવા એજ સુશાસન સપ્તાહ અંતર્ગત કેન્દ્રીય દુરસંચાર મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વાર મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાનના લોન્ચિંગ પ્રસંગે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ માં 1050 સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતા ખોલાવવા માટે 2625000(બે લાખ બાસઠ હજાર પાંચસો) રૂપિયા ની રાશી અર્પણ કરતા ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા એ આપી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો દીકરી સમૃદ્ધિ યોજના ખરા અર્થમાં મહિલા સશક્તિકરણના અભિયાનની મધ્ય ધરી બની રહેશે સ્ત્રીધન ની ભારતીય સભ્ય સંસ્કૃતિની પરંપરા સદીઓથી મહિલા સશક્તિકરણના સંસ્કારો માનવ સમાજને આપી રહી છે ત્યારે સરકારની ક્ધયા અને મહિલાઓ સંબંધી યોજનાઓથી મૂળભૂત ભારતીય સંસ્કૃતિ ઉજાગર થઈ છે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ની પોણા ત્રણ લાખ જેટલી માતબર રકમની ધન રાશિથી આ યોજના નો શુકનવંતો પ્રારંભ થયો છે લાખાભાઈ સાગઠીયા નહી આ પહેલને સમાજના દરેક વર્ગના લોકોએ આવકારી જાહેરજીવનના આગેવાનોએ સરકારી સમાજ લક્ષી યોજના માં પોતાનું યોગદાન આપવું જોઈએ તેવી લાગણી ઊભી થઈ છે.