૭૧ મત વિસ્તારના કામને મંજુર કરવા બદલ આભાર માનતા લાખાભાઇ સાગઠીયા

કોટડા સાંગાણી તાલુકાના પારડીથી પડવાલા સુધીનો અંદાજે પ કી.મી. નો રોડ ખુબ જ જરુરીયાત હોવાથી આ વિસ્તારમાં આવતા કારખાનેદારોને આવવા જવા માટે ખુબ જ ઉપયોગી બની રહેશે આ વિસ્તારમાં આવતા કારખાનેદારોની માંગણીનો આજે અંત આવ્યા આ રોડ પ કરોડ ના ખર્ચે બનશે તેમજ લોધીકા તાલુકાના ખાંભા ગામથી રાવકી ગામનો જોડતો રોડ કોઠા પીપલીયા થી થોરડી ગામ ને જોડતો રોડ, તેમજ રાજકોટ તાલુકાના કાથરોટાથી પાડાશણ રોડ રામનગરથી વગુદાદ ભાડૂચ રોડ આ વિવિધ તાલુકાના વિવિધ ગામને જોડતા રોડ નવા બનવાથી ગ્રામ્ય કક્ષાએ વિકાસ ને વેગ મળશે તેમજ ગામના સરપંચો, તાલુકાના આગેવાનો તેમજ ધારાસભ્ય ની રજુઆત ને સફળતા મળતા આનંદની લાગણી અનુભવી હતી તેમજ ગુજરાત રાજય નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનો ગામના સરપંચો અને તાલુકાની જનતા આગેવાનો વતી આ કામને વેગ મળતા ધારાસભ્ય લાખાભાઇ એ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.