27 કિ.મી.ના ત્રણ રસ્તા 5.50 મીટરના પહોળા બનશે
રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ ગ્રામ્ય વિસ્તારના રસ્તા માટે રૂ.15 કરોડ મંજૂર કરાવ્યા છે. ગ્રામ્યપંથકમાં ત્રણ રસ્તા 3.75 મીટર માંથી 5.50 મીટરના કરાશે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના મતદારો અને લોકોએ અને સરપંચોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના-3 (બીજો તબકકો) હેઠળ માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના રાજકોટ જિલ્લા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના રસ્તાઓને 3.75 મીટરમાંથી 5.50 મીટર પહોળો કરવા મંજુર કરાયોે છે. રામોદ સાંધવાયા રોડ 313.08 લાખ, રામોદ રામપરા સતાપર માટે 395.48 લાખ, લોથડા ભાયાસર કાથરોટા લોધિકા સરધાર રોડ 797.43 લાખ મળી 15 કરોડ મંજૂર કરાયા છે.