પીવાના પાણી, છાંયડા અને કામ પ્રમાણે વેતન આપવા રજૂઆત
મૂળી તાલુકાના સોમાસર ગામે ચાલતા મનરેગા યોજના હેઠળ કામ કરતા લોકોની રજુઆતને ધ્યાનમા લઇ મૂળી – ચોટીલા વિસ્તારના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા સહદેવસિહ પરમારે મૂળી તા.વિ.અ. સોનારાસાહેબને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી હતી જેમા કામકરતા લોકોએ કામ પ્રમાણે વેતન મળતુ નહોય તેમજ કામ ટાઇમસર મલતુ નથી પિવાના પાણી અને છાંયડા જેવી સુવિધા ન હોવાનુ તા વિ અ ની હાજરીમા જણાવતા અછતના કપરા સંજોગોને ધ્યાનમા લઇ લોકોને રાહતનુ કામ મળી રહે તેમજ લોકોના પ્રશ્ર્નો તાકિદે હલ કરવા મૂળી તા વિ અ ને સુચન કરતા તા વિ અ એ રજુઆતને ધ્યાનમા લઇ પ્રશ્નોનુ ત્વરિત નિરાકરણની ખાત્રી આપતા મજુરી કરતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી