રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને બે દિવસ પૂર્વે હૃદયરોગનો સામાન્ય હુમલો આવ્યા બાદ હાલ તેઓ મુંબઈની પ્રખ્યાત બિચકેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ તબીબોની ટીમ તેઓના સ્વાસ્થ્યનું સતત ઓબ્ઝર્વેશન કરી રહી છે. તેઓની હાલત ભયમૂકત છે. દરમિયાન તબીબો દ્વારા કરવામાં આવેલા અલગ અલગ પરિક્ષણોનો રિપોર્ટ આજે બપોર બાદ આવશે તેઓની સ્થિતિ ચીંતામૂકત હોય સમર્થકોને ખોટી ચિંતા ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
વિવિધ તબીબી પરિક્ષણોના રિપોર્ટ સાંજે આવશે, હાલ તબિયત ભયમૂકત: ડોકટરની ટીમ દ્વારા સતત ઓબ્ઝર્વેશન
ગત બુધવારે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા રાજકોટના જાણીતા બિલ્ડર પરેશભાઈ ગજેરાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટેજઈ રહ્યા હતા ત્યારે તેઓની તબીયત અચાનક બગડી હતી તેઓને ઉલ્ટીથઈ હતી અને ગાડીમાં બેભાન થઈ ઢળી પડયા હતા તાત્કાલીક સારવાર અર્થે તેમને શહેરના 150 ફૂટ રીગરોડ પર આવેલી સ્ટરર્લીંગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક રિપોર્ટમાં તેઓને હૃદય રોગનોસામાન્ય હુમલો આવ્યો હોવાનું તારણ સામે આવ્યું હતુ તેઓનાં ભત્રીજા ડો. મનદીપભાઈ ટીલાળા વ્યવસાયે ડોકટર હોય તેઓએ રમેશભાઈને વધુ પરિક્ષણ માટે મુંબઈ લઈ જવાની સલાહ આપી હતી. દરમિયાન ગઈકાલે સવારે તેઓ બાય એર મુંબઈ ગયા હતા મુંબઈની વિખ્યાત બિચકેન્ડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેઓ છેલ્લા 36 કલાકથી નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યા છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની હાલત હાલ ભયમૂકત હોવાનું તેઓનાં પીએએ જણાવ્યું હતુ.
હાલ તેમના અલગ અલગ પરિક્ષણ કરવામાં આવ્યા છે.તમામ રિપોર્ટ આજે બપોર બાદ આવી જશે ત્યારબાદ આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે 59 વર્ષના રમેશભાઈ ટીલાળાને 6 વર્ષ પૂર્વે સ્ટેન્ટ બેસાડવામાંં આવ્યું હતુ તેઓને હૃદયરોગનો સામાન્ય હુમલો આવ્યા બાદ હાલ પ્રાથમિક તારણમાં તમામ ત્રણેય વેન બ્લોક હોય ફરી સ્ટેન્ટ બેસાડવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રમેશભાઈ ટીલાળા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા અને રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા હતા.
તેઓ એક લોકપ્રિય ધારાસભ્ય તરીકે પોતાની નામના બનાવવામાં માત્ર એક જ વર્ષમાં સફળ થયા છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને હૃદયરોગનો સામાન્ય હુમલો આવ્યો હોવાની વાતથી ભાજપના કાર્યકરો અને તેઓના સમર્થકોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. જોકે તેઓની હાલત સંપૂર્ણ પણે ભયમૂકત છે. કાર્યકરો સમર્થકોને ચિંતા ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
આજે સાંજે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જોકે તેઓએ આગામી એકાદ પખવાડીયું સંપૂર્ણ આરામ કરવો પડશે