આર.જે. આભા કિશાનપરા ચોકમાં થયા જેલમાં કેદ: ૫૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર થયા બાદ મુક્ત થશે
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં રાજ્ય કક્ષાની પ્રજાસતાક પર્વ-૨૦૨૦ની ઉજવણી અંતર્ગત આજી ૨૫મી સુધી એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ “પ્લાસ્ટિક ભારત છોડોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે કિસાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવેલ છે અને “માય એફ.એમ.ના આર.જે. આભાબેન આ જેલમાં ૭૨ કલાક સુધી કેદ થયા છે. શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો અને રાજકોટ મહાનગરપાલિકા શહેરમાંથી ૫૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરી જેલ ખાતે લાવશે અને ત્યારે આર.જે. આભાબેન જેલમુક્ત થશે. આજે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને આ પ્રોગ્રામ યોજાયો હતો.
ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ પોતાના પ્રત્યાઘાતમાં એમ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક છોડો ભારતનો આ કાર્યક્રમ એકદમ નવો અને લોકોમાં વધુ જાગૃતિ પ્રસરાવે તેવો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસની જે કેડી હંકારી છે તેમાં ગુજરાત પણ ઉત્સાહભેર આગળ ઘપી રહ્યું છે, અને રાજકોટ મહાનગરપાલિકા પણ ખુબ સારી રીતે પોતાનું યોગદાન આપી રહેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તેવા ધ્યેય સાથે રાજકોટ મહાનગરપાલિકા અને માય.એફ.એમ.ના સંયુંક્તે એક વિશિષ્ઠ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ સાથે શહેરની વિવિધ સ્કૂલોના છાત્રો તેમજ સ્વામીનારાયણ અને બ્રમ્હાકુમારીઝ જેવી જુદીજુદી સંસ્થાઓ સહભાગી થઇ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી કિશાનપરા ચોક પાસે બનાવવામાં આવેલ જેલ પાસે ભેગો કરીને આર.જે. આભાબેનને મુક્ત કરશે.
જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, પૂર્વ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સેનિટેશન સમિતિના ચેરમેનશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, પ્લાનીંગ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામી, એસ્ટેટ સમિતિના ચેરમેન પ્રીતીબેન પનારા, કોર્પોરેટર દેવુબેન જાદવ, નાયબ મ્યુનિ. કમિશનર બી.જી. પ્રજાપતિ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર તેમજ વિવિધ સ્કુલોના છાત્રો અને વિવિધ સંખ્થાના પ્રતીનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ કોર્પોરેશન અને માય એફ.એમ. દ્વારા રાજકોટને પ્લાસ્ટીક મુકત કરવા. લોકો પ્લાસ્ટીક વાપરે છતાં પ્લાસ્ટીક ન દેખાય પ્લાસ્ટીક મુકત કરવા માય એફએમ અને કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી છે. તો મને ખાત્રી છે કે રાજકોટ તમામ કોર્પોરેટ બહેનો સાથ સહકાર સાથે રાજકોટની બહેનો ખરેખર પ૦૦ કિલો ઉપર પ્લાસ્ટીકજમા કરાવી અને કોર્પોરેટર બહેનો અને આભાને મુકિત અપાવશે. રાજકોટ હંમેશા એકદમ આગળ રહ્યું છે. આમા પણ બહેનો આગળ આવી સાથ સહકાર આપી કાલ સવાર સુધીમાં ટાર્ગેટ પુરી કરશે.
મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે માય એફ.એમ. દ્વારા એક વૈકલ્પિક જેલ ઉભી કરવામાં આવી છે. અને આર.જે. આભા ની સાથે આપણા મેયર પણ વૈકલ્પીક ખોટી જેલમાં ગયા છે. જયારે રાજકોટવાસીઓ પ૦૦ કિલો પ્લાસ્ટીક ભેગુ કરી અહિં આવશે. ત્યારે જ આભાઆ જેલમાંથી બહીન નીકળશે. ૭૧ કલાક અથવા તો પ૦૦ કિલો પ્લાસ્ટીક એકત્રીત નહી થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલશે. આરએમસી ના અલગ અલગ પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાશે. અને આભાની સાથે જેલમાં અંદર રહેશે. પ્લાસ્ટીક મુકત રાજકોટ કેવી રીતે થાય તેના પર વિચાર વિમશ કરવામાં આવશે. આભા આર.જે. એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને માય એફ.એમ. એ સાથે મળીને
પ્લાસ્ટીક ભારત છોડોની ઝુંબેશ ઉપાડી રહી છે. આ કાર્યક્રમમાં સ્વૈચ્છીક રીતે હું આ ટેમ્પરરી જેલમાં ગઇ છું. પ્લાસ્ટીક બધા માટે નુકશાન કારક છે. તો એ પ્લાસ્ટીક બેન થયું એને ઘણો બધો સમય થઇ ગયો છે. ત્યારે રાજકોટને પ્લાસ્ટીક ફ્રી સાબીત કરી શકીએ તે માટેની આ નાની એવી ઝુંબેશ કરવામાં આવી છે. રેગ્યુલર એનાઉન્સ મેન્ટ કરતા આ થોડી સ્વેગ ઉમેરયો તો પ્લાસ્ટીક મુકિત માટે વધારે મદદરુપ થઇ શક તો મને આ જેલમાં બેલ અપાવવા માટે રાજકોટની જનતા પ૦૦ કિલો પ્લાસ્ટીક જમા નહી કરાવે ત્યાં સુધી કે જેલની બહાર નહી આવું.