રોજીંદા 200 થી વધુ બસો ગોંડલ થોભતી જ નથી:જીલ્લાનો સૌથી વધુ કમાઉ ડેપો ગોંડલ બાયપાસ જતી બસ બે દિવસ સ્ટોપ કરી ફરી બાયપાસ કરાય: ડેપો મેનેજર જાડેજા

જીલ્લા નુ કેપીટલ સીટી ગણાતા ગોંડલ મા અધ્યતન બસસ્ટેન્ડ ની સુવિધાઓ હોવા છતા અંદાજે બસ્સો થી વધુ એસટી બસો ગોંડલ મા થોભવાને બદલે બાયપાસ થઈ રહી છે.રાજકોટ જીલ્લા મા આવક ની દ્રષ્ટીએ ગોંડલ પ્રથમ ક્રમે છે.અને ગુજરાત મા દશમા ક્રમે છે.તેમ છતા ગોંડલ ને નજરઅંદાજ કરાતુ હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા એ તંત્ર ની આકરી ઝાટકણી કાઢી દિલદગડાઇ દાખવી રહેલા ડ્રાઇવર, કંડક્ટર અને સંબંધિત ડીવીઝન ને સુધરી જવા તાકીદ કરી ’ નહીતો જોયા જેવી થશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

સૌરાષ્ટ્ર નુ અગ્રીમ માર્કેટ યાર્ડ, ધાર્મિક સ્થળો અને ત્રણ જેટલા તાલુકાઓ ની ખરીદી નું કેન્દ્રબિંદુ ગણાતા ગોંડલ માં તાજેતર માં જ કરોડો ના ખર્ચે નવનિર્મિત બસસ્ટેન્ડ કાર્યરત બન્યુ છે.ગોંડલ ડેપો ની રોજીંદી આવક અંદાજે આઠ થી દશ લાખ ની છે.આવક ની દ્રષ્ટીએ પ્રથમ છે.તેમ છતા કોઇ પણ કારણ વગર રોજીંદા બસ્સો થી વધુ એસટી બસો ગોંડલ સ્ટોપ કરવા ને બદલે બાયપાસ થઈ રહી છે.જુનાગઢ, ઉના,સોમનાથ, કે અમદાવાદ, વડોદરા,નાથદ્વારા સહિત જવા મુસાફરો ને પરેશાન બની હાલાકી ભોગવવી પડે છે.

મુસાફરો ને ગોંડલ થી પસાર થતી હોવા છતા એસટી કંડક્ટર દ્વારા ગોંડલ સ્ટોપ નથી નો તોછડો જવાબ મળે છે.ગુર્જર નગરી,એક્સપ્રેસ, વોલ્વો, સ્લિપિંગ કોચ સહિત ની નેવુ ટકા બસ ગોંડલ મા થોભ્યા વગર બાયપાસ દોડી રહી છે.ગોંડલ ડેપો મેનેજર કુલદીપસિંહ જાડેજા ના જણાવ્યા અનુસાર બાયપાસ પાસ થતી બસો અંગે ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆત કરી છે.બે ત્રણ દિવસ પુરતી બસો ગોંડલ સ્ટોપ કરે પણ ફરી ગોંડલ બાયપાસ કરાઇ રહયુ છે.આવુ થવા અંગે તેમણે પણ આશ્ર્ચર્ય વ્યક્ત કર્યુ હતુ.

માહિતગાર વર્તુળો ના જણાવ્યા મુજબ જુનાગઢ  સહિત કેટલાક ડીવીઝન દ્વારા જ ગોંડલ સ્ટોપ નહી કરવા ડ્રાઇવરો ને સુચના અપાય છે.જુનાગઢ ડીવીઝન ના કેશોદ,માંગરોલ,જેતપુર, ધોરાજી,પોરબંદર સહિત નવ ડેપો ની ઉપરવાસ જતી એસટી બસો પૈકી મોટા ભાગ ની બસો ગોંડલ ને બાયપાસ કરી રહી છે.

ખુબી ની વાત તો એ ગણાય કે જીઆરએસટી એપ.આ માં  ગોંડલ મા તમામ બસ ના સ્ટોપ બતાવાયા છે.પણ વાસ્તવિકતા કંઇક જુદી જ છે.

છેલ્લા ઘણા સમય થી એસટી તંત્ર નાં વ્હાલા દવલા ની નીતી અંગે ફરિયાદો ઉઠતા ગોંડલ ને થઈ રહેલા હળાહળ અન્યાય સામે રોષિત બનેલા ધારાસભ્ય ગીતાબા જાડેજા એ વિભાગીય નિયામક, વાહનવ્યવહાર મંત્રી તથા મુખ્ય મંત્રી ને પત્ર દ્વારા તંત્ર ની બેધારી નીતી અંગે વાકેફ કરી ઉગ્ર રજૂઆત કરીછે.

વધુ મા ગોંડલ પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવી રહેલા  જેતે ડીવીઝન  ના જવાબદારો,એસટી ના ડ્રાઈવર, કંડક્ટરો ની શાન ઠેકાણે લાવી પગલા ભરવા જણાવ્યું છે.ગોંડલ ને નિશાન બનાવી કરાઇ રહેલા અન્યાય ને જરા પણ સાંખી લેવાશે નહી તેવી ચીમકી ધારાસભ્ય ગીતાબા એ ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.