વિશાળ સંખ્યામાં કૃષિ મહોત્સવનો લાભ લેતા ખેડુતો.
તાલુકા વહીવટ તંત્ર લોધીકા તથા આત્મી પ્રોજેકટ રાજકોટ દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કિશાન કલ્યાણ મહોત્સવ ૨૦૧૮નું આયોજન લોધીકા મુકામે કરવામાં આવેલ જેને રાજકોટ ગ્રામ્ય-૭૧ ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ જેમાં તાલુકાભરના ખેડુત મિત્રોએ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધેલ ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત યોજાયેલ સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી ત્રિવેદીએ કરેલ ઉ૫સ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનીક ડો. જી.કે.કાતરીયા જી.એમ.ચૌધરી, વી.કે. સીરોડીયા, જેઠ લોગા વિગેરે દ્વારા ખેતી તેમજ પશુપાલન વિષયક માહીતી ઉ૫સ્થિત ખેડુત મિત્રોને આપેલ બાદમાં તાલુકાના પ્રગતિશીલ ખેડુત હરજીભાઇ પટેલ પ્રવિણભાઇ રૈયાણી, સુરેશભાઇ પટેલ વિગેરેનું ધારાસભ્ય દ્વારા સન્માન કરવાાં આવેલ કાર્યક્રમમાં તાલુકા અમલીકરણ અધિકારી ચોવટીયા ભરતસિંહ જાડેજા લોધીકા રાજકોટ સંઘના વા.ચેરમેન મનસુખભાઇ સરધારા ભાજપ તાલુકાના મહામંત્રી મોહનભાઇ ખુંટ જીલ્લા ભાજપ ના અગ્રણી મોહનભાઇ દાફડા ઉ૫સ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ અધિકારી પી.એમ. મકવાણા મહેશભાઇ પટેલ ગ્રામસેવક ભવાનભાઇ વિગેરે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com