૧૨ રસ્તાઓ ડામરથી મઢાશે:બે રોડ પહોળા થશે: ૩ પુલ પર બ્રિજ બનશે
રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના પ્રયાસોથી રાજય સરકાર દ્વારા ૩૨ કરોડના રોડ રસ્તા અને પુલના કામની મંજુરીની મહોરમાં આવી છે.
રાજય સરકાર દ્વારા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા દ્વારા ગ્રામ્ય વિસ્તારની રજુઆતો અને જરૂરીયાતને ધ્યાન માં રાખી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને રાજકોટ લોધીકા અને કોટડાસાંગાણી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના વિકાસને ધ્યાનેલઈ જુદા-જુદા રોડ અને બ્રીજના કામમાટે અવાર-નવાર રજુઆત કરેલ હતી ખીરસરા થી મેટોડાથી વાગુદડ ગામને જોડતો રસ્તો ૫.૨૦ કિ.મી રૂ. ૨૬૦.૦૦ લાખ, સતાપરથી વેરાવળ ૨.૨૦ કિ.મી.૮૦ લાખ, જશવંતપુરથી પળ ૩.૦૦ કિ.મી.૧૫૦ લાખ, રતનપર ગામથી પીપરડી ૪.૦૦ કિ.મી.૨૦૦ લાખ, રામનગર વાગુદડ રોડ ૪.૬૦ કિ.મી. ૨૬૫ લાખ, કોઠાપીપળીયા થી થોરડી ૪.૨૦ કિ.મી.૧૪૦ લાખ, જયારે રીસફેસીંગ-ડામર રોડ જશવંતપુર એપ્રોચરોડ ૨ કિ.મી.૮૦ લાખ, ઢોલરા-વિરવા-ખાંભા ૮ કિ.મી.૫૦૦ લાખ, વેરાવળ-પડવલા રોડ ૨.૩૦ કિ.મી.૧૮૦ લાખ, ભંગડા રોડ ૦.૫૦ કિ.મી.૧૫ લાખ, અભેપર એપ્રોચ રોડ ૧.૫૦ કિ.મી.૫૦ લાખ, પીપરડી ચારણ પીપળીયા રોડ ૧ કિ.મી.૨૦ લાખ,વાઈડનીંગ પ.૫૦ મીટર પહોળા રોડનું કામમાં મોટાવડા થી ખીરસરા રોડ ૭.૨૦ કિ.મી.૩૩૦ લાખ,કાલાવડ રોડથી દેવડા નગરપીપળીયા રોડ ૭.૨૦ કિ.મી.૪૫૦ લાખ બ્રીજના કામો,મોટાવડા ગામના પાદરમાં ડોડીનદી પર બ્રીજ ૧૫૦ લાખ, કણકોટ રામનગર રોડ ન્યારીનદી પર બ્રીજ ૪૦ લાખ, અને મોટાવડા-ખીરસરા રોડ વાસીયાવાળી નદી પર બ્રીજ ૨૪૦ લાખ, ઉપરોકત કામો રાજય સરકાર દ્વારા મંજુરી કરતાં તાલુકાનાં આગેવાનો વલ્લભભાઈ શેખલીયા, અરવિંદભાઈ સિંધવ,ભરતસિંહ જાડેજા, મનસુખભાઈ સરધારા, હરીચંદ્રસિંહ જાડેજા, ઉમેશભાઈ પાંભર, મોહનભાઈ દાફડા, રવિરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજા, અમીતભાઈ પડાળીયા, વિપુલભાઈ મોરડ, જયેશભાઈ બોધરા, સંજયભાઈ અમરેલીયા, હરભમભાઈ કુગસીયા, ભીખુભાઈ ડાંગર, વિક્રમભાઈ ખીમાણીયા, શૈલેષભાઈ અજાણી વગેરે આગેવાનો દ્વારા ધારાસભ્ય અને રાજય સરકારનીને અભિનંદન પાઠવી આભાર વ્યકત કરેલ છે.